સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇજારાદાર L & T કંપનીનો કામદાર કોરોના પોઝિટિવ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં વધુ 1 પોઝિટીવ કેસ નોંધાતા રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાં સારવાર હેઠળ કુલ 4 દર્દીઓ

નર્મદા જિલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા પહોંચી 19 ઉપર પહોંચી

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી તા. ૨ જી જુન ૨૦૨૦ ના રોજ સવારેે 9 કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા સેમ્પલ પૈકી 1 સેમ્પલના રીપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. જેમાં નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઇજારદાર L & T કંપનીમા નોકરી કરતો અનેે કંપનીની વાધડીયા સાઇટપર લેબર વર્કર તરીકેની ફરજબજાવતો સરજુ સુરેશ વિષકરમા ઉ.વ. 25 ના ઓનો તા 27 મી મે ના રોજ સુરત ખાતે થી L &T ની વાધડીયા સાઇટ પર આવેલ જેનો ટેસ્ટીંગ સેમ્પલ તા- 30 મી ના રોજ લેવામા આવેલ આ રિપોર્ટ આવતા તે   કોરોના ટેસ્ટીંગ રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. એકતો સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના અસરગ્રસ્ત ગામો પૈૈકીનો જ વાધડીયા ગામ હોય તયાજ આ કોરોનાનો દર્દી નોકરી કરતો હોય ને આદિવાસીઓ અને સરદાર સરોવર નર્મદા નિગમ વચ્ચે ધર્ષણ ચાલતું હોય આ કોોરોના પોઝિટિવ કેસ પ્રકાશમા આવતા આદિવાસીઓમા ભય ફેેેેલાયો છે, હાલ નર્મદા જિલ્લામા કોરોનાના કુલ કેસની સંખ્યા 19 ઉપર પહોંચી છે , જેમાં 15 દર્દી સારા થઇ ડિસ્ચાર્જ થયા છે, જયારે હવે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 4 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેમાં મયાસી ગામમાથી મળી આવેલ 3 કોરોના પોઝિટિવ દર્દી હાલ દવાખાનામાં સારવાર હેઠળ છે. આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા-4 છે. જેઓ રાજપીપળા ખાતે કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here