સિદ્ધપુર શહેરમાં નકલી ઘી બનાવી વેચાણ કરનાર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી પોલીસ…

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

નાગરિકોના સ્વાસ્થ્યને હાનિકારક થાય તેવા ખાધ પદાર્થોનું વેચાણકર્તા ઈસમો ઉપર કાર્યવાહી કરવાની ભુજ રેન્જ આઇજીની સૂચના મળતાં સિદ્ધપુર પોલીસ સક્રિય થઈ હતી અને આવા ઇસમોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે પી.આઈ ચિરાગભાઈ ગોસાઈ તથા સ્થાનિક પોલીસ સ્ટાફના માણસો સાથે સિદ્ધપુર ટાઉન વિસ્તાર પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એ.એસ.આઇ દીવાનજી સુરસંગજીને ખાનગી રાહે પાક્કી બાતમી મળતા તે હકીકત આધારે શહેરની પશુવાદળની પોળ ખાતે વોચ ગોઠવી ત્યાંથી એકટીવા ઉપર ઘીનો ડબ્બો લઈ પસાર થતાં પ્રજાપતિ ભદ્રેશકુમાર કાંતિલાલ રહે, વારાહિનો મહાઢ વાળો પોતાના એક્ટિવા નંબર GJ 02 BE 5146 ઉપર એક નકલી ઘી નો ડબ્બો લઈ આવતા જેની સઘન પુછપરછ કરતા સદરી ઇસમ તેલ તેમજ ડાલ્ડા ઘી ગરમ કરી મિલાવટ કરી ખાલી ડબ્બા માં નકલી ભરી લઇ મશીનથી ડબ્બાઓ ઉપર સીલ કરી અસલી ઘી ના ડબ્બા તરીકે વેચાણ કરવા નીકળેલ તે દરમિયાન પકડાઈ જતા ચાર નકલી ઘી ના ડબ્બા કોઈપણ માર્કા કે બ્રાન્ડ વગરના શીલ બંધ કિંમત રૂપિયા ૧૦૦૦૦, એક અડધો તેલનો ડબ્બો જે અડધા ડબ્બામાં તેલ ભરેલ છે તેની કિંમત રૂપિયા ૧૦૦૦,ચાર તેલ ભરવાના ખાલી ડબ્બા કિંમત રૂ ૧૦૦, ઘી ના ડબ્બાઓ ઉપર શીલ કરવા માટેનું મશીન જેની કિંમત રૂપિયા ૧૦૦૦, એકટીવા તેની કિંમત ૧૦૦૦૦, કુલ મળી કુલ કિંમત રૂપિયા ૨૨૧૦૦ નો મુદ્દામાલ કબજે કરી સિદ્ધપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોધી ફૂડ એન્ડ ડ્રગ્સ ના અઘિકારી ને જાણકરી તેમના આવ્યા બાદ જરૂરી સેમ્પલ ના નમુના લઇ આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here