બાબરામાં સેવાભાવી યુવાનો દ્વારા સેંકડો ગરીબ પરિવારોને ઘરે ઘરે જઈને ભોજનનું વિતરણ કરાયું

બાબરા,તા-૩૧-૦૩-૨૦૨૦

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

કોરોના વાઈરસે દેશ દુનિયા ને હચમચાવી નાખ્યો છે.ત્યારે આ ગંભીર રોગે ભારત માં પગ પેસારો કરતા ની સાથે કેન્દ્ર રાજ્ય સરકારે દૂરંદેશી વાપરી મા ૨૧ દિવસ સુધી લોક ડાઉન સ્થિતિ કરવા અને માનવ ભક્ષી ગણાતા વાઈરસ સામે લડવા એક માત્ર મુખ્ય વિકલ્પ લોક ડાઉન ની સ્થિતિ નું જણાવતા તેનું પાલન થઈ રહ્યું છે.પરંતુ નાના મધ્યમ ગરીબ પરિવારો ને આવી સ્થિતિ મા ભારે તકલીફ નો સામનો કરવા મજબૂર બનવું પડે એ પહેલાં બાબરા ના સમસ્ત ગ્રામજનો તેમજ યુવાનો દ્વારા સ્થાનિક મહાજન વાડી દૈનિક ૨૫૦૦ જેટલા લોકો માટે શુદ્ધ ભોજન વ્યવસ્થા હાથ ધરી અને મોબાઈલ વાહનો,બાઈક દ્વારા ડોર ટુ ડોર વિરતન કરવામાં આવી રહ્યું છે.બાબરા પંથકમાં માનવસેવા ગ્રુપ ના યુવાનો માણસાઈ ના દિવા પ્રગટાવી રહ્યો છે. અતિશય ગરીબ અને રોજેરોજની લાવીને ખાતા સેંકડો પરિવારો ને ઘરે ઘરે જઈને ભોજન પહોંચાડી ગરીબોનો જઠરાગ્નિ ઠરવાનો સેવાયજ્ઞ અવિરત ચલાવી રહ્યા છે. બાબરા મા લોહાણા મહાજન વાડી ખાતે પણ ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.છેલ્લા પાંચ દિવસથી ગરીબ પરિવારો ને રોજીરોટી મળી ન હોવાથી માનવસેવા ગ્રુપ યુવાનો દ્વારા દરરોજ બપોરે અને સાંજે ૨૫૦૦ ઘરો સુધી જઈ ને ભોજનના પેકેટ પહોંચાડી આવે છે. દાતાઓના સહયોગથી સતત રસોડું ધમધમી રહ્યું છે.૨૫ થી વધુ યુવાનોની ટીમ આ સેવાયજ્ઞમા જોડાઈ છે.તદાંત ઉપરાંત તાલુકા મથકોમાં જયાં જયાં જરૂરિયાત મંદ લોકોને ભોજનની જરૂર હોય અને ભોજન ખરીદવાના પૈસા ન હોય તેવા લોકોની યાદી સાથે વાહનો મારફત તે પરિવારોને શોધીને તેઓને પણ ભોજન પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. સેવાદીપ ગૃપે જાહેર કર્યુ છે અન્નદાન મા જે લોકો સંસ્થાઓ દાન આપતા ઇચ્છતા હોય તેવો લોહાણા મહાજન વાડી એ આવી રૂબરૂ સંપર્ક કરે. ગૃપના તેજસ તન્ના, ગજેન્દ્રભાઈ શેખવા અને ઋષિકભાઈ રૂપારેલિયા એ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે શહેર માં હોય કે તાલુકાના ગામડાઓમાં અમને જાણ કરવામાં આવે તો અમો ગમે તેટલા ગામોમાં ગામે તેટલા દૂર એ પરિવારોના ઘરે જઈને ભોજન પહોંચાડી દઈશું કોરોનાની મહામારીનો ખતરો ઝળુંબી રહ્યો છે. ત્યારે બાબરાના આ યુવાનો જીવ મુઠ્ઠીમાં લઈને ગરીબોના ભૂખ્યા પેટ ભરવાનો જે સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે તે ખુબજ અભિનદન ને પાત્ર છે.બાબરા ના આગેવાનો અને આમ જનતાને પણ આ ગૃપ ના યુવાનો ને ભરપેટ અભિનંદન પાઠવ્યા હતા.
ત્યારે ઉલેખનીયા છે કે બાબરા તાલુકાના દરેડ ગામ વતી માનવસેવા કાર્ય કરતા યુવાનોને સમસ્ત દરેડ ગ્રામ વતી ૪૩૧૦૦ રૂપિયા નો ફાળો આપવામાં આવ્યો અને બાબરા વાલ્મીકિ સમાજ દ્વારા અનક્ષેત્ર ચાલી રહ્યું છે તેમાં ૫૧૦૦ રૂપિયા નો ફાળો આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here