સિદ્ધપુર પોલીસે નાઈટ પેટ્રોલિંગમાં દારૂ પીધેલ હાલતમાં ગાડી તેમજ બાઈક ચાલક પકડ્યા

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર હાઈવે ઉપર રાત્રી પેટ્રોલિંગ દરમિયાન પોલીસે દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવિંગ કરતા એક ગાડી ચાલક તેમજ એક બાઈક ચાલકને પકડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
આ અંગે મળતી માહિતી મુજબ સિદ્ધપુર પોલીસ સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલિંગમાં હતા તે અરસામાં હાઇવે ઉપર લખે દા ઢાબા હોટલની સામે પેટ્રોલ પંપ આગળ આવતા એક ગાડી ચાલક રોડ ઉપર ગાડી રેલાવી હંકારી આવતો હોવાથી તેને અટકાવી તેની પૂછપરછ કરતા ગાડી ચાલક કોઈ કેફી પીણું પીધેલ હાલતમાં જણાતા તેની તપાસ કરતા તેની પાસે રહેલી સફેદ કલરની બ્રેઝા કારની આગળ-પાછળ નંબર પ્લેટ લગાવેલ નહોતી તેમજ તેની પાસે લાયસન્સ માંગતા તે પણ ના હોવાથી પૂછપરછમાં તેણે પોતાનું નામ રાજુરામ મુકનારામ જાલારામ બીશ્નોઈ,ઉ.વ.૨૯,રહે.સેંસાવા (ચેંનનગર) ,તા.ચિતલવાના,જિ.જાલોર(રાજસ્થાન)વાળો હોવાનું જણાવ્યું હતું.ગાડીમાં બીજો એક ઈસમ પણ બેઠો હતો.પોલીસે આ ઈસમ વિરુદ્ધ એમ.વી. એકટ ૧૮૫,૩,૧૮૧, ૧૯૨(એ) તેમજ ૧૭૭ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઉપરાંત સિદ્ધપુર પીઆઈ પી.એસ.ગૌસ્વામી અને ટીમના માણસો નાઈટ પેટ્રોલિંગમાં હતા તે અરસા માં દેથળી ચાર રસ્તા પાસે એક બાઈકચાલક પોતાનું બાઈક નં.જીજે.૨૭. ડીએલ.૬૭૯૮ સર્પાકાર રીતે હંકારતા તેને રોકતા તે નશો કરેલી હાલતમાં જણાતા તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પંચાલ દીનેશકુમાર લીલા ભાઈ, ઉ.વ.૪૦,રહે.ખોડા, તા.કાંકરેજ, જિ. બનાસકાંઠા વાળો હોવાનું જણાવ્યું હતું.પોલીસે આ ઈસમ વિરુદ્ધ એમ.વી. એકટ ૧૮૫ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કેફી પીણાનું સેવન કરી જરૂરી દસ્તાવેજો વગર વાહન હંકારતા વાહન ચાલકો સામે સિદ્ધપુર પોલીસે લાલ આંખ કરતા આવા લાપરવાહ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here