સિદ્ધપુર નગરપાલિકાના નઘરોળ તંત્ર દ્વારા રેલ્વે અંડરપાસની દૈનિક સફાઈ ન કરાતા વાહન ચાલકો-રાહદારીઓ ત્રાહિમામ્

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારના લોકો સહિત વાહનચાલકોની સુલભતા માટે ૧૮ કરોડના ખર્ચે બનાવાયેલ રેલ્વે અંડર પાસમાં અત્યારે અનેક લોકોને અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંડરપાસ શરૂઆતથી જ તેની કહેવાતી ઢંગઢાળા વગરની ડિઝાઇનને લઈ ચર્ચામાં રહેવા પામ્યો છે. ત્યાં હવે આ અંડરપાસમાં રાહદારીઓ માટે બનાવાયેલ ફુટપાથનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ તેમાંય ગેરરીતિ કરવામાં આવી રહી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.આમછતાંય નઘરોળ તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેમજ આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.આ ઉપરાંત છેલ્લા કેટલાય લાંબા સમયથી અંડરપાસ ની સાફસફાઈ કરવામાં આવી નથી.અંડરપાસના રસ્તાઓ તેમજ તેની સાઈડોમાં પ્રવર્તમાન સમયે એકત્ર થયેલ રેત-માટી અને કચરાના ઢગલા તેની ચાડી ખાઈ રહ્યું છે.અંડરપાસના દૈનિક સાફસફાઈ બાબયે સેવાતી દુર્લક્ષતા ઉડીને આંખે વળગી રહી છે.આ અંગે સિદ્ધપુરના અશિષ કુમાર પાધ્યા જણાવે છે કે આ અંડરપાસના રાહદારી ઓ સહિત વાહનચાલકોને પડતી હાડમારીઓ નિવારવા માટે ફૂટપાથનું સત્વરે સમારકામ પૂર્ણ કરવામાં આવે તેમજ અંડર પાસની નિયમિત સાફ-સફાઈ કરવામાં આવે તે જરૂરી છે.આ અંડરપાસમાં નિયમિત સફાઈના અભાવે રોડની બન્ને બાજુ રોડ સાઈડમાં એકત્ર થતા રેત-માટીના ઢગલાઓમાં અનેક વાહનોચાલકો ફસાઈ જતા સ્લીપ ખાઈ જતા હોવાથી નાના-મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here