ગુજરાત રાજ્ય પત્રકાર એકતા સંગઠનની કાર્યપદ્ધતિ મુજબ ચૂંટણી પ્રક્રિયા યોજી શહેરા તાલુકા પ્રમુખ તરીકે ઇમરાનખાન પઠાણને સર્વાનુમતે નિમણુક કરવામાં આવ્યા

શહેરા,(પંચમહાલ) રમીજ શેખ :-

પંચમહાલ જિલ્લા ના શહેરા નગરમાં આવેલ જય જય ગોકુલેશ કોમ્પ્લેક્સ,પોસ્ટ ઓફિસ ની સામે અણીયાદ ચોકડી,ખાતે પત્રકાર એકતા સંગઠન ની મિટિંગ યોજાઈ

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલ જય જય ગોકુલેશ કોમ્પ્લેક્સ,ખાતે પંચમહાલ જિલ્લા પ્રમુખ શ્રી ઇસ્માઇલભાઇ જભા નાં અધ્યક્ષ સ્થાને પત્રકાર એકતા સંગઠન ની મિટિંગ યોજાઈ હતી.આ કાર્યક્રમ માં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શ્રી ઇસ્માઇલભાઇ જભા તેમજ પંચમહાલ જિલ્લાના અન્ય હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.પોતાનું પ્રાસંગિક ઉદ્દનોધન આપતા ઇસ્માઇલભાઇ જભા દ્વારા થોડા સમય પહેલા જ પંચમહાલ જિલ્લા પત્રકારએકતા સંગઠન ની મિટિંગ નાં પોતાના અનુભવો શહેરા તાલુકા ના પત્રકારો સાથે વહેચ્યાં હતા.અને પત્રકાર એકતા સંગઠનએ ગુજરાત નું એકમાત્ર વિશાળ અને પત્રકારોના હિત માટે કાર્ય કરતું સંગઠન છે તેમ જણાવતા તમામ પત્રકાર મિત્રો ને સંગઠન નાં કાર્યો થી અવગત કરાવ્યા હતા.પત્રકાર એકતા સંગઠન ની કાર્યપદ્ધતિ મુજબ ચૂંટણી પ્રક્રિયા યોજી શહેરા તાલુકા પ્રમુખ તરીકે ઇમરાનખાન પઠાણ ને સર્વાનુમતે નિમણુક કર્યા હતા.ઉપ્રમુખ મુકેશભાઈ મારવાડી, અમિતભાઇ શર્મા,મહા મંત્રી તરીકે પ્રિતેશભાઈ દરજી, રમીઝભાઈ શેખ,અલહાફિઝભાઈ શેખ, મંત્રી તરીકે જીતેન્દ્રભાઈ નાથાણી, ભુપેન્દ્ર વણકર સહ મંત્રી મોહસીનભાઈ શેખ,ખજાનચી તરીકે ઉવેશભાઈ શેખ અને શહેરા આઈ ટી સેલ તરીકે વિજયસિંહ સોલંકી ની સર્વાનુમતે વરણી કરાઈ હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here