નર્મદા જિલ્લામાં મનરેગા યોજનામાં મટિરિયલ સપ્લાય ટેન્ડર તાલુકા લેવલે બહાર પાડવા ભાજપાની માંગ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રાજ્યમાં મોટાં ભાગે તાલુકા કક્ષાએ જ મટિરિયલ સપ્લાયના ટેન્ડરીંગ થતાં હોય જીલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી આંદોલનની ચીમકી પણ અપાઈ

કેન્દ્ર સરકારની ગરીબોને રોજગારી પુરી પાડવાની મનરેગા યોજના નર્મદા જિલ્લામા ચર્ચાસ્પદ બનેલ છે, મનરેગા યોજનામા ઇ- ટેન્ડરીંગના નિર્ણયનો ભાજપાની સરપંચ પરિષદ દ્વારા વિરોધ કરાયો હતો, જેમા કોગ્રેસના ધારાસભ્ય પણ મનરેગા યોજનામા ઇ- ટેન્ડરીંગના નિર્ણયનો વિરોધ કરી મેદાનમાં આવ્યા હતા, ત્યારે હવે નર્મદા જિલ્લા ભાજપાના યુવા પ્રમુખ અને જીલ્લા પંચાયતના પુર્વ કારોબારી અધયક્ષ ચંદ્રકાન્ત લુહાર મનરેગા યોજનામા મટિરિયલ સપ્લાય ટેન્ડર પ્રક્રિયાનો મામલો લઇ મેદાનમાં આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ ચંદ્રકાન્ત લુહારે જીલ્લા વિકાસ અધિકારી સહિત મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે નર્મદા જિલ્લામા મનરેગા યોજનામા મટિરિયલ સપ્લાય ટેન્ડર બહાર પાડવામાં આવે છે જેની પ્રક્રિયા જીલ્લા લેવલે થતી હોય છે, અને જીલ્લામાંથી ટેન્ડર બહાર પાડવામાં આવે છે તે રદ કરીને તેની જગ્યાએ તાલુકા કક્ષાએથી ટેન્ડરો બહાર પાડવામાં આવે.

રાજ્યના બીજા તાલુકાઓમાં તાલુકા લેવલેથી મટિરિયલ સપ્લાય ટેન્ડર બહાર પાડવામાં આવે છે, તો પછી નર્મદા જિલ્લામા કેમ નહી નુ જણાવી જો આમ કરવામાં નહીં આવે તો જીલ્લા પંચાયત કચેરી સામે પ્રતિક ઉપવાસ આદોલનની ચીમકી પણ અપાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા પંચાયતમા કોંગ્રેસ અને BTP નુ શાસન હોય વાદવિવાદ સર્જાતા જ હોય છે,અને તેમાંય પાછું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓના ભણકારા આગામી મહિનાઓમાં સંભાળાઇ રહયા હોય ને રાજકીય આગેવાનો ચૂંટણીના મુદ્દાઓ બનાવતા હોય છે. આ મામલે જીલ્લા વિકાસ અધિકારી સહિત પંચાયતના સતાધિશો શુ નિર્ણય લે છે તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here