સિદ્ધપુર ખાતે આસો સુદ ચૌદશે ખડાલિયા હનુમાનદાદા ની પલ્લી ભરાઈ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરથી ઉત્તરે ખડાલ નામે મોટું સમૃદ્ધ નગર વસેલ હતું.ત્યાં પાટણ ના રાજા કુમારપાળ દ્વારા આરસ અને પથ્થરનાં ઉપયોગ વડે હનુમાનદાદા નું ભવ્ય મંદિર બનાવ્યું હતું. ખડાલ ગામની સમૃદ્ધિ જોઈને કહેવાય છે કે, લાખો વણજારો પોતાની માલિકીની વિશાળ પોઠ (ઊંટની પીઠ પર વેચાણ માટે કિંમતી સામાન લાદેલો હોય) લઈને ખડાલ ગામની ઉતર દિશાનાં ગોદરે ઉતારો રાખી વેપાર કરતો કહેવાય છે કે,લાખા વણારાએ પોતાું ઘણું બધું ધન અહીં જમીન માં દાટીને તેના ઉપર સાથે લાવેલ હનુમાનજીની ચમત્કારિક મૂર્તિ વૃક્ષ નીચે હાલ જે ગોગાનો ઓટલો છે ત્યાં સ્થાપિત કરાવી હતી.
સમય ની પછડાટ ની સાથોસાથ કહેવાય છે કે, સમૃદ્ધ ખડાલ ગામ ભાંગ્યું ને લાખા વણઝારાએ દાટેલ ઘણું બધું ધન લુંટાઈ ગયું. આરસનું મંદિર ધ્વંસ થયું. (વરસો પહેલાં આનંદ સ્વામીનાં બંગલાની આગળ ખેતરમાંથી મૂર્તિ મળી આવતાં,પુરાતત્વ વિભાગ દ્વારા અહિ ખોદકામ દરમિયાન ભગ્ન મંદિરની મૂર્તિઓ મળી આવતાં સિદ્ધપુર ના રૂદ્રમહાલયમાં નગરજનોને જોવા માટે મુકવામાં આવી છે.)ખડાલ ગામે ખુલ્લા ઓટલા પર વટવૃક્ષ પિપળો અને કણજીથી ઘેરાયેલી જગ્યા પર ખુલ્લી જગ્યાએ રાકેલી હનુમાનદાદા ની મૂર્તિ વાળા સ્થળે સિદ્ધપુર નગરના હિતરક્ષક દાનવીર લોકહ્રદય સમ્રાટ મિલ માલિક શેઠ મગનલાલ પ્રભુદાસ એ નાનકડું મંદિર બનાવીને સિદ્ધપુર ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કરી પુન: સ્થાપના કરેલ.ખડાલ ગામે હનુમાનજી આવેલા હોઈ ખડાલિયા હનુમાન તરીકે ઓળખાય છે.અહીંયા વરસોથી હનુમાન દાદાની પલ્લી ભરાય છે.મંદિર બહાર આવેલ વિશાળ મેદાનમાં સિદ્ધપુર અને બહારગામના કંદોઇઓ દ્વારા ગોટા, ખમણ, ચોળા ફરી,દાબેલી,રગડો પાણી પુરી,નાનીમોટી ચકડોળ ચકેડીઓ,ફુગ્ગાવાળોઓ ધંધા રોજગાર માટે અહીં આવે છે,જેથી અહીંયા મેળા જેવો માહોલ જામતો હોયછે.સિદ્ધપુર ગામ તેમજ તાલુકા નાં નાગરિકો પરિવારજનો અહીં ચાલતા આવે છે.અને હનુમાન દાદાની પલ્લી ના દર્શન કરી મેળાની માજા માણતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here