સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
સિદ્ધપુર નગરપાલિકાના વોર્ડ નં ૫ ના લોકપ્રિય નગરસેવક ચિરાગકુમાર ઇન્દ્રવદનભાઇ શુક્લ (પીન્ટુ ભાઈ સાહેબ) તથા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર દેવેન્દ્રભાઈ આચાર્યે તા.૨૪/૦૫/૨૦૨૨ ને મંગળવારના રોજ ગાંધીનગર ખાતે સચિવાલયમાં ગુજરાતના નાણાં, ઉર્જા તથા પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈની શુભેચ્છા મુલાકાત કરી ફૂલ ગુલદસ્તો (બુકે) આપી તેમનુ અભિવાદન કર્યું હતુ. મુલાકાત દરમિયાન મંત્રીજી ને સિદ્ધપુરના વિકાસ પુરુષ અને ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી ડો.જયનારાયણ વ્યાસ રચિત “સિદ્ધપુર તીર્થ”નામનુ પુસ્તક ભેટ કરી સિદ્ધપુરના ભવ્ય ઈતિહાસ તેમજ ધાર્મિક મહત્વ વિશે માહિતગાર કરાયા હતા.