સિદ્ધપુરના ખળીમાંથી બિલ્ડીંગ મટિરિયલ્સની ચોરી કરનારા ત્રણ ચોર ઝડપાયા

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર પોલીસે ખળી ચાર રસ્તા પાસે એક હોટલ પાછળ બનતા એક બંગલાના પાસે ઉતારેલ સિમેન્ટની થેલીઓ, ખિલાસળીની ભારીઓ તેમજ સેન્ટિંગના ફર્મા સહિત ૩૫૦૯૦ના મુદામાલ ના બિલ્ડીંગ મટિરિયલ્સ ની ચોરી કરનારા ત્રણ આરોપી ઓને ઝડપી પાડયા હતા. આરોપીઓએ ચોરી કરેલ માલ પૈકી ફક્ત સેન્ટીંગના ફર્મા નંગ-૬ કિં.૪૮૦૦ નો મુદ્દામાલ જ રિકવર મળી આવ્યો છે.
સિદ્ધપુર ખળી ચાર રસ્તા રોનક હોટલની પાછળ એક બંગલાનું બાંધકામ ચાલતું હતું ત્યાંથી ગત ૨૮મી એપ્રિલના રોજ આશરે રાત્રીના ૮ કલાકે સિમેન્ટની થેલીઓ,ખિલાસરીની ભારીઓ તેમજ સેન્ટીંગના ફર્મા સહિતની ચોરી થયાની ફરિયાદ આસિફ ભાઈ યુસુફભાઈ નોડસોલા (મુમન)ઉ.વ. ૪૯,ધંધો કડીયાકામ,રહે.નેદરા,તા.સિદ્ધપુર વાળા ગત ૯મી એ સિદ્ધપુર પોલીસ મથકે નોંધાવી હતી.આ ગુનાનો ભેદ ઉકેલવા સિદ્ધપુર ઈ.પીઆઈ પી.એસ.ગાસ્વામી અને પોલીસ સ્ટાફના માણસોએ સઘન તપાસ કરતા સદર ગુનો મોટર સાઈકલ નં. જીજે.૨૪.એબી.૫૨૮૨ના ચાલકે કર્યો હોવાનું તપાસ માં બહાર આવતા સદર બાઈક અંગે મોબાઈલ કોપ એપ્લિકેશનની મદદથી તપાસ કરતા એક આરોપી મળી આવ્યો હતો.જેની સઘન પૂછપરછ કરતા અન્ય બે ઈસમોની મદદગારીથી ૪૪ સિમેન્ટની થેલી કિ.૧૯૦૯૦, ખિલાસરીની ભારી નંગ-૨ કિ.૧૧૨૦૦ તેમજ સેન્ટિંગ ના લોખંડ ફર્મા નંગ-૬ કિ.૪૮૦૦ મળી કુલ ૩૫૦૯૦ ના મુદ્દામાલની ચોરીને અંજામ આપ્યો હોવાની તેણે સનીસનીખેજ કબૂલાત કરી હતી.પોલીસે સદર ચોરીના આરોપીઓ ઠાકોર દિનેશજી ભૂપતજી, બાબુજી મેઘાજી,બન્ને રહે. સિદ્ધપુર,કલોલ ફાર્મહાઉસ પાસે તેમજ અલ્પેશજી પથુજી,રહે.રાજપુર મોટો મહોલ્લો,સિદ્ધપુર જિ. પાટણવાળાઓની ધરપકડ કરી હતી.આરોપીઓ પાસેથી ચોરેલ માલ પૈકી ફક્ત સેન્ટિંગના લોખંડના ફર્મા નંગ-૬ કિ.૪૮૦૦ નો મુદ્દામાલ રિકવર કરાયો હોવાનું જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here