સિદ્ધપુરના આંકવી ગામેથી ૧૯૧૦ રોકડ સાથે ત્રણ શકુનીઓ ઝડપાયા…

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુરના આંકવી ગામે તળાવની પાળ પાસે ખુલ્લા માં બેસી ગંજીપાના તથા પૈસાથી પોતાના અંગત ફાયદા સારુ તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડતા ત્રણ શકુનીઓને સિદ્ધપુર પોલીસે ઝડપી પાડયા હતા.બાતમી હકીકતના આધારે આંકવી ગામના તળાવ પાસે ખુલ્લી જગ્યામાં રૂપિયાથી હાર જીતનો જુગાર રમી રમાડતા ઠાકોર ગુણવંતજી કપુરજી ફુલાજી-ઉ.વ.૫૫, ઠાકોર સેંધાજી ચંદનજી તેજાજી-ઉ.વ.૩૧ તેમજ પરમાર કાંતિભાઈ અંબારામભાઈ ભીખા ભાઈ-ઉ.વ.૨૯ ત્રણેય રહે,આંકવીવાળાઓને ગંજીપાના તેમજ રોકડ ૧૯૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here