શિક્ષિત બેરોજગારોને ઔધોગિક એકમોમાં રોજગારી આપવા, કામદારોને સુરક્ષા, સલામતી અને સગવડ આપવા તથા કોન્ટ્રાક્ટ પદ્ધતિ દુર કરવા બાબતે નાયબ કલેકટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આજ રોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાના ઔધોગિક એકમો (ફેક્ટરીઓ-કંપનીઓ)માં સ્થાનિક શિક્ષિત બેરોજગારોને રોજગારી અપાવવા, કામદારોને સુરક્ષા, સલામતી, સગવડ અને વ્યવસ્થા આપવા તેમજ કોન્ટ્રાક્ટ પદ્ધતિ દુર કરવા બાબતે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ માન.નાયબ કલેકટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે.
આવેદનપત્રમાં વિવિધ પ્રકારના મુદ્દે રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે,
શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવામાં આવે, જિલ્લામાં આવેલી તમામ ઔધોગિક એકમો ( ફેક્ટરીઓ, કંપનીઓ) માં નિયમોનુસાર સ્થાનિક શિક્ષિત યુવાનો- યુવતીઓને રોજગારી આપવામાં આવે, ભરતી કરવામાં આવે, ચાલું ઔધોગિક એકમો (ફેક્ટરીઓ – કંપનીઓ) છે તેમાં કામ કરતાં કામદારોને પુરતું વેતન આપવામાં આવે, જિલ્લામાં જે ઔધોગિક એકમો (ફેક્ટરીઓ – કંપનીઓ) ચાલે છે તેમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામદારોની ભરતી કરવામાં આવે છે તે કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવામાં આવે. અને હાલ જે કામદારો કોન્ટ્રાક્ટ પધ્ધતિમાં કામ કરી રહ્યા છે તેવા કામદારોને કાયમી કરવામાં આવે, જિલ્લામાં આવેલા તમામ ઔધોગિક એકમો (ફેક્ટરીઓ – કંપનીઓ) માં આઠ (૮) કલાકની પાળી રાખવામાં આવે જેથી દરેક કંપનીઓમાં ત્રણ પાળીનો અમલ થાય જેથી રોજગારીની વધું તકો મળે, કંપનીઓમાં કામ કરતાં કામદારોના ઑવર ટાઇમ નું પુરતું કે ડબલ વળતર (પગાર) આપવામાં આવે, કંપનીઓમાં કામ કરતાં કામદારો માટે પુરતી સુરક્ષા, સલામતી, સગવડ આપવામાં આવે, કંપનીઓમાં કામ કરતાં કામદારોને સમય અંતરે મોંઘવારીને ધ્યાનમાં રાખીને પગાર વધારો કરવામાં આવે, કંપનીઓમાં કામ કરતાં કામદારોના બાળકોના શિક્ષણ માટે જે તે ઔદ્યોગિક એકમો (ફેક્ટરીઓ – કંપનીઓ) દ્વારા કોઈ સહાય આપવામાં આવે, કંપનીઓમાં કામ કરતાં કોઈ પણ કામદારનું ચાલું નોકરીએ આકસ્મિક મૃત્યુ થાય તો, જે તે કંપની – ફેક્ટરી દ્વારા પુરતું વળતર આપવામાં આવે, કામદારોને વાર્ષિક બોનસ આપવામાં આવે, કંપનીઓ – ફેક્ટરીઓમાં કામ કરતાં કામદારો માટે આવવા જવાની યોગ્ય સગવડ અને વ્યવસ્થા કરવામાં આવે અથવા આવવા જવા માટે એક્સ્ટ્રા ભાડું આપવામાં આવે, તમામ કામદારોને વાર્ષિક ત્રણ જોડી યુનિફોર્મ, સેફ્ટી સુઝ આપવામાં આવે.
ઉપરોક્ત તમામ મુદ્દાઓ બાબતે પંચમહાલ જિલ્લામાં આવેલા તમામ ઔધોગિક એકમો (ફેક્ટરીઓ- કંપનીઓ) માં પાલન કરવામાં આવે એ બાબતે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ તથા શહરા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ માછી દ્વારા માન. નાયબ કલેકટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here