કાલોલ નગરપાલીકાના સફાઈ કામદારોને પીએફ અને ગ્રેજયુઇટીનાં નાણા માટે ધરમધકકા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગરપાલીકા દ્વારા એકાદ માસ પહેલા નવા આવેલ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને પ્રમુખ શૈફાલીબેન ઉપાઘ્યાય સહિત પાલિકા હોદેદારોની હાજરીમા કાલોલ નગરપાલીકા ના સફાઈ કામદારો ને પી એફ અને ગ્રેજયુઈટી નાં ચેક વિતરણ નો સમારોહ રાખેલ હતો અને મસમોટી જાહેરાતો કરી તમામ સફાઇ કામદારો ને બાકી નાણા ચુકવી આપવાનો દાવો કરવામાં આવ્યો હતો ત્યારે પરિસ્થિતિ કઈક અલગ જ છે કાલોલ નગરપાલીકા માં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા મનહરભાઈ મહાસુખભાઈ ને ગ્રેજ્યુઇટી નાં નાણા મળી ગયા છે પરંતું તેઓનાં પ્રોવિડન્ટ ફંડના નાણા હજુ સુધી મળ્યા નથી નિવૃત્ત થયેલ સફાઇ કામદાર મનહરભાઈ ને બાયપાસ સર્જરી કરાવવાની હોઈ નાણાં ની જરૂર છે અને તેઓના પુત્ર અલ્પેશભાઈ દ્વારા વારંવાર પીએફ નાં નાણા મેળવવા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ રજુઆતો કરી અરજી પણ આપી છે તેમ છતા પણ તેઓના પિતા નું પ્રોવિડન્ટ ફંડ મળતુ નથી આ ઊપરાંત રાજેશભાઈ ડાહ્યાભાઈ ને પણ પી એફ અને ગ્રેજ્યુઇટી નાં ના નાણા હજુ સુધી મળ્યા નથી વધુમા સફાઈ કામદાર બહેનો ને પણ પી એફ નું ફોર્મ ભરાવી દીધુ છે પણ આગળની કોઈ કાર્યવાહી હાથ ધરાઇ નથી તેવો આક્ષેપ સફાઈ કામદાર બહેનો દ્વારા કરાઈ છે આ બાબતે કાલોલ નાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સમક્ષ પણ સફાઈ કામદાર નાં પુત્ર દ્વારા સોમવારે સર્કીટ હાઉસ ખાતે કરવામાં આવી છે ત્યારે કાલોલ નગરપાલીકા દ્વારા સફાઇ કામદારો નાં બાકી પડતા પી એફ અને ગ્રેજ્યુઇટી નાં નાણા સત્વરે ચુકવી આપે તેવી માંગ કરી છે.
*ઈપીએફ ની કચેરીમાં કી બ્લોક થઇ જવાને કારણે આ પ્રશ્ન ઊભો થયો છે અને એકાઉન્ટન્ટ નિવૃત્ત થવાના હોઈ કી બનાવી નહોતી નવા એકાઉન્ટન્ટ નાં નામની કી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે ઈપીએફ કચેરી અઠવાડિયામાં ફ્કત બે દિવસ કાર્યરત હોય છે જેથી કી બનવામાં વિલંબ થઈ રહ્યો છે.કી બની જાય એટલે બધાના પૈસા મળી જવાના છે આ ટેકનિકલ ઈશ્યું છે હિરલબેન ઠાકર ચીફ ઓફિસર કાલોલ નગરપાલીકા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here