શામળાજી પોલીસે આઇસર ટ્રક ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારુની ૨૪૩ પેટીઓ ઝડપી પાડી…

શામળાજી, (અરવલ્લી) વસીમ શેખ :-

વિદેશી દારુની પેટીઓ -૨૪૩ ની જેની કુલ બોટલ નંગ -૨૯૧૬ જેની કિ.રૂા . ૧૧,૬૬,૪૦૦ / – નો પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મદ્દામાલ મળી કુલ કિંમત રૂપીયા ૧૮,૬૬,૪૦૦ / -ની રકમનો માલ પકડવામાં સફળતા મળી

શ્રી અભય ચુડાસમા સાહેબ , પોલીસ મહાનિરક્ષક શ્રી , ગાંધીનગર રેન્જ , તથા શ્રી સંજય ખરાત સાહેબ , પોલીસ અધિક્ષક શ્રી , અરવલ્લી મોડાસાનાઓ તરફથી અવલ્લી જીલ્લામાં પ્રોહીબિશનની બદી નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી થાય તે સારૂ સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એન.વી.પટેલ સાહેબ મોડાસા વિભાગ મોડાસાનાઓના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી કામગીરીમાં રોકાયેલ હતા જે અન્વયે , GUJARAT POLRE આજરોજ શામળાજી પોલીસ સ્ટેશન હસ્તકની અણસોલ પોલીસ ચોકી ઉપર પો.સબ.ઇન્સ શ્રી વી.વી.પટેલ સાહેબ નાઓએ પોલીસ સ્ટાફના માણસોને સખત વાહન ચેકીંગ કરી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સારૂ સુચના કરેલ જે આધારે અણસોલ ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગમાં હતા દરમ્યાન આઇસર ટ્રક ગાડી નંબર HR 39 C 9948 ની ઉંભી રખાવતાં તેનો ચાલક ટ્રકગાડી મુકી રોડની સાઇડમાં આવેલ ખુલ્લી જગ્યા તથા ડુંગરો તરફ જાળીમાં થઇ ભાગી ગયેલ અને પકડાયેલ નહીં જેથી સદરી ટૂક ગાડીમાં શક જતાં તપાસ કરતાં સદરી ટ્રકગાડીમાંથી વિદેશી દારુની પેટીઓ -૨૪૩ ની જેની કુલ બોટલ નંગ -૨૯૧૬ જેની કિ.રૂા . ૧૧,૬૬,૪૦૦ / – નો પ્રોહી મુદ્દામાલ મળી આવતાં સદરી ટૂક ગાડીના ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . આમ , શામળાજી પોલીસને પ્રોહીબીશનનો ગણનાપત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here