શહેરા : રોંગ સાઈડ JCB ગફલતભરી રીતે હંકારી ચાલકે અકસ્માત કરતા પત્રકાર જીજ્ઞેશ શાહનુ મોત

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા વાઘજીપુર ચોકડી પાસે બાઇક લઇને પોતાના ઘરે ગોધરા તરફ જતા પત્રકારને રોંગસાઈડ આવતા JCB સાથે અક્સ્માત થતા ઘટના સ્થળે મોત નીપજ્યુ હતૂ.જેસીબી ચાલક વાહન મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ જતાં પોલીસે કાર્યવાહી હાથધરી હતી.જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર શહેરામા પત્રકાર તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશકુમાર શાહ રવિવારના સાંજે પોતાની બાઈક પર ઘરે જતા હતા તે સમયે વાઘજીપુર ચોકડી પાસે રોંગસાઇડ અને ગફલતભરી રીતે ચલાવીને આવતા જેસીબી મશીનના ચાલકે (GJ17D 8987)જીજ્ઞેશકુમાર શાહની બાઇકને અકસ્માત કર્યો હતો.અકસ્માત થતા જીજ્ઞેશ શાહ ને શરીરના ભાગે નાની મોટી ઇજા થતા ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યુ હતૂ.બનાવસ્થળે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા.અકસ્માત કરીને જેસીબી ચાલક સ્થળ પર જે.સી.બી મૂકીને ફરાર થઈ ગયો હતો.પરિવારજનોએ જેસીબી ચાલક સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જીજ્ઞેશ શાહના નિધનના કારણે પત્રકારઆલમમાં શોક વ્યાપી ગયો હતો. આ અકસ્માત મા એક પરિવારના મોભી છીનવાઈ જતા શાહ પરિવાર ની આંખ માથી આંસુ રોકે રોકાતા નહી હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here