શહેરા શિક્ષણ પરિવાર દ્વારા શ્રીમદ્દ ભગવદ ગીતા જન્મ જ્યંતીની ઉજવણી માઈક્રોસોફ્ટ ટીમ્સ માધ્યમથી કરાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાની 307 શાળાઓમાં 45 હજાર વિદ્યાર્થીઓ તેમજ 2000 હજાર જેટલા શિક્ષકોને શ્રીમદ્દ ભગવદ ગીતાનું જ્ઞાન મળી રહે તે હેતુથી બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમારે શ્રીમદ્દ ભગવદ ગીતા જન્મ જ્યંતીની ઉજવણી અંતર્ગત માઈક્રોસોફ્ટ ટીમ્સ એપના માધ્યમથી વર્ચ્યુઅલ એક દિવસીય સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉ.મહેશકુમાર બી.પટેલ – સંસ્કૃત ભારતી દાહોદના સંયોજક તેમજ એસ.આર.ભાભોર કૉલેજ સિંગવડના અધ્યાપકે “વર્તમાન સમયમાં શ્રીમદ્દ ભગવદ ગીતાનું મહત્વ” તેમજ ડૉ.દીનેશકુમાર આર.માછી સરકારી આર્ટ્સ કૉલેજ શહેરાના પૂર્વ ઈન્ચાર્જ પ્રિન્સીપાલ, મહીસાગર સંસ્કૃત ભારતીના સહ સંયોજક તેમજ સંસ્કૃત વિભાગ HOD એ “ગીતામાં ઉપદેશેલી જીવનકલા” વિષયો પર સુંદર વક્તવ્ય આપ્યું હતું. ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા મુજબ બન્ને વક્તાઓએ ગીતાના 700 શ્લોકોમાં દુનિયાના દરેક પ્રશ્નનું સમાધાન રહેલું છે. તેમજ વિદ્યાર્થી જીવનમાં તેનો નિયમિત અભ્યાસ થકી એક આદર્શ વ્યક્તિ, ઉત્તમ વિચારો અને માનવીના દુર્ગુણોને દૂર કરવામાં ઉપયોગી બની રહેશે. તેમજ દરેક શાળાઓમાં ગીતાના એક શ્લોકનું નિયમિત પ્રાર્થના સભામાં રજૂ કરવામાં આવશે. ગીતા જન્મ જ્યંતીમાં માઈક્રોસોફ્ટ ટીમ્સ એપના માધ્યમથી જોડાયેલ બન્ને વક્તાઓ, વ્હાલા વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, સી.આર.સી.કો.ઓર્ડીનેટરો, સમગ્ર શિક્ષા, સ્ટાફ તમામ, ડાયટ લેક્ચરર ઉમેશભાઈ ચૌહાણ તેમજ અન્ય સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કરી વધુમાં જણાવ્યું હતું કે, આજનો દિવસ શિક્ષણ વિભાગ શહેરા માટે એક અવિસ્મરણીય દિવસ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here