શહેરા : વીર શહીદ થયેલ વીરનારીને સરકાર દ્વારા જમીનની કબજો આપવાની તજવીજ હાથ ધરાઈ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના બારીયા ભલાભાઈ અખમભાઈ ભારતિય સેનામાં 12 મહાર રેજિમેન્ટમા ફરજ બજાવતા કારગિલ યુદ્ધ દરમિયાન બારામૂલામા લડાઈમાં પોતાના પ્રાણની આહુતિ આપી દેશ માટે શહીદ થયા હતા ત્યારે સરકારશ્રીના પરિપત્ર ઠરાવ પ્રમાણે 2002મા તેમને આકડિયા ગામમાં આટા ફળિયામાં 14 એકર જમીન ફાડવી આપેલ છે પરંતુ તે જમીનમાં સ્થાનિક માણસોનું દબાણ હતું અને તેની માપણી સરકારે હજુ સુધી કરી આપી ન હતી જેથી તેમના પરિવારમાં તેમની ધર્મ પત્ની વીર નારી બારીયા કોકિલાબેન ભલાભાઇને તે જમીનમાં ખેતી કરવા મળી ન હતી આથી ગુજરાત માજી સંગઠન પંચમહાલ દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે 20 પોલીસ પ્રોટેક્શન સાથે સાથે રાખી જમીન વિભાગમાં જાણ કરી ને આ બેન ને જમીન માપણી માટે નું આયોજન કરી આપવામાં આવ્યું હતું જેથી વીર નારી સહિત માજી સૈનિક સેવા ફાઉન્ડેશન સૈનિકો તેમજ અન્ય માણશો ની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન કરીને આ વીર નારીને જમીન વિભાગ દ્વારા સર્વે કરીને ખેતી માટે પોઇન્ટ આપવામાં આવ્યા હતા પોલીસ બંદોબસ્ત સાથે રાખી જીસીબી ની મદદથી સાફ-સફાઈ કામગીરી હાથ ધરી હતી પંચમહાલ જિલ્લાના હોદ્દેદારો, માજી સૈનિક ભાઈઓ તથા વિરનારી બહેનોને આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ આ પ્રસંગે ગુજરાત માજી સૈનિક સંગઠનના રાજ્ય પ્રમુખ જીતેન્દ્ર નિમાવત તેમજ રાજ્યના મહિલા પ્રમુખ કલ્પનાબેન પંચમહાલ જિલ્લાના માજી પ્રમુખ રૂમાલભાઈ પાંડોર ની ઉપસ્થિતિમાં કામગીરી શરૂ કરાઇ હતી પંચમહાલ જિલ્લા માજી સૈનિકો તેમજ વીર નારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કબજાની જમીન આપવાની કામગીરી થી જિલ્લા કલેકટર તેમજ એસ.પી સાહેબનો વીરનારી કોકિલા બહેન ભલાભાઈ બારીયા તેમજ માજી સૈનિક સંગઠન દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here