શહેરા તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝા સામે ભાજપના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર કરતા હોવાથી વિરોદ્ધ દર્શાવવામાં આવ્યો

ઇમરાન પઠાણ
શહેરા(પંચમહાલ),

શહેરાના તાલુકા પંચાયત ખાતે ભાજપના નેતાઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સામે સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો તથા જિલ્લા વિકાસ અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.
શહેરા તાલુકામા સરકાર દ્વારા આપવામાં આવતા વિકાસ ના વિવિધ કર્યો ને શહેરા ના તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવતા નથી તેવું ભાજપ ના કાર્યકરો દ્વારા કહેવામાં આવ્યું હતું અને તેમને જ્યારથી ચાર્જ લીધો ત્યાર થી પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભર્થીઓને તેમના હપ્તા ચૂકવાતા નથી મનરેગા યોજના હેઠળ શ્રમિકોને વિવિધ કામોના મસ્ટરો અને બીલ ના નાણાં ચુકવવામાં તેમના નજીકના એકાઉન્ટર દ્વારા ૫% પૈસા ભ્રષ્ટાચાર જે આપે તેવા અરજદારોને ચુકવણું કરે છે અને નવા કામોના એસ્ટીમેન્ટમાં પણ પૈસા લઈને જ સહી કરે છે સ્વચ્છતા અભિયાન હેઠળ વ્યક્તિગત શોચાલય બનાવેલ તેના નાણાં ચૂકવતા નથી સરકાર ની તમામ યોજના મા કોઈ નાણાં ચૂકવાતા નથી થતા ચૂકવાય છે તેમાં ભ્રષ્ટાચાર મોટા પાયે ચાલે છે હાલ ની ચાલી રહેલી કોરોના મહામારમા શહેરા તાલુકામાં અંદાજે ૧૫૦૦ જેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા હોવા છતાં કોઈ પણ ગ્રામ પંચાયત માં સેનેટાઇઝર કે કોઈ માસ્ક અને નહીં તો કોઈ ગામ ની મુલાકાત લીધી નથી હોવાના દાવા ભાજપ ના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા હતા તથા આવા અધિકારીની બદલી નહિ થાય તો ભૂખ હડતાળ અને તાળાબંધી કરવા માટે કરવું પડશે તો કરીશું એવું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here