કાલોલના વેજલપુરથી ચલાલી જવાનો રોડ કરોડો રૂપિયાના ખર્ચે બનેલો હાલ બિસ્માર હાલતમા…

કાલોલ(પંચમહાલ),

કાલોલ તાલુકાના વેજલપુર ચલાલી ગામ જતો રસ્તો ખરાબ નઠારૃ થઈ જતા ગ્રામજનો અને વાહનચાલકો ને વારમ વાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ટૂંક સમય પહેલા કરોડો રૂપિયા થી તૈયાર થયેલો વેજલપુર થી ચલાલી જવાનો રસ્તો બન્યાને ટુક સમયમાં જ ખખડધજ થઇ જતા હાલની સ્થિતિ કામ ના થયા સમાન દ્રશ્યો વાતાડે છે.


વેજલપુર થી ચલાલીને જોડતો રસ્તા ઉપર મોટા મેટલ બહાર આવી જતા ખાડા પડી ગયેલા અને ડમ્મર ક્યા દેખાતો નથી જેથી રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.. હાલ લોકો કોરોના જેવી ગંભીર બિમારીઓથી પ્રસાર થઇ રહ્યા છે.અને પરિસ્થિતિઓને જોતા ક્યારેક પણ 108 ઇમરજન્સી એમ્બ્યુલસ સેવા ની જરૂર પડી શકે છે.. જાગૃત ગ્રામજનો ની રજૂઆત છે કે ખરાબ રસ્તાને જોઈતા એમ્બ્યુલસ સેવા થી અમે વંચિત રહી જઈએ છે.
હાલ પરિસ્થિતિમાં સમય કેટલો બળવાન છે. એમ રસ્તા ને જોતા ગ્રામ લોકો દ્વારા પ્રાઇવેટ સાધનો લઇ ચલાલી જતા ઘણો સમય લાગી જાય છે.અને અવાર નવાર અકસ્માતો પણ થઈ રહ્યા છે કાલોલ તાલુકા વિસ્તારમાં ટેન્ડર ની ફાળવણીમા અને આરસીસી થી માડી ને ડમ્મર રોડ હોય ભ્રષ્ટાચાર સૌથી વધુ થયા ની બૂમો ઉઠ્ઠવા લાગી છે.. ભ્રષ્ટ અધિકારીઓ નેતાઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.વેજલપુર થી ચલાલી ગામ સુધી જોડતો રસ્તો વહેલી તકે નવીનિકારણ કરવામાં આવે તેવી વાહન ચાલકો અને ગ્રામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here