શહેરા તાલુકાના ડોકવા ગામે નુતન વર્ષ નિમીત્તે સ્નેહ મિલન સમારોહ યોજાયો,વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરે સૌને નવા વર્ષની પાઠવી શુભકામના

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ડોકવા ગામે નુતન વર્ષ નિમીત્તે શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષની અધ્યક્ષતામાં આજે ભાજપ દ્વારા આજે સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષે આ શહેરા વિધાનસભા મતવિસ્તારનો કાર્યક્રમ યોજાય છે.જેમા શહેરા મત વિસ્તારના ધારાસભ્યો દ્વારા શુભકામના પાઠવામા આવે છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ડોકવા ગામે શહેરા વિધાનસભા મત વિસ્તારનો સ્નેહ સંમેલન કાર્યક્ર્મ યોજાયો હતો.આ કાર્યક્રમમાં શહેરા તાલુકાના પંચાયતના સભ્યો, જીલ્લા પંચાયતના સભ્યો, શહેરા તાલુકાના સરપંચો સહિત શહેરા તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનુ ફુલહારથી સ્વાગત કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ સૌ કોઈએ સ્ટેજ પર જઈને તેમને મળીને નવા વર્ષના શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, મહામંત્રી કુલદીપસિંહ સોલંકી, પંચમહાલ લોકસભાના વિસ્તારક પરીક્ષિતભાઈ ભટ્ટ,શહેરા તાલુકા પ્રભારીશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયતના સદસ્યઓ,નગરપાલિકાના સદસ્યશ્રીઓ,જિલ્લા-તાલુકા- નગરના સંગઠનના હોદેદારઓ,તમામ મોરચાના હોદેદારશ્રીઓ,સહકારી આગેવાનો, સરપંચશ્રીઓ,પેજ સમિતિના પ્રમુખ તથા સભ્યઓ,બુથના પ્રમુખઓ,તથા વિશાળ સંખ્યામાં પધારેલ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here