છોટાઉદેપુર જિલ્લામાં વેન વિકાસ નિગમ ડિવિઝન કચેરી ખાતે ગેરરીતિ તેમજ કૌભાંડ થયેલ હોવાના આક્ષેપ સાથે જિલ્લાના યુવાન નરેન્દ્રભાઈ રાઠવાએ પ્રેસ કોન્ફ્રેન્સ યોજી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર વેન વિકાસ નિગમ ડિવિઝન કચેરી ખાતે ગેર રીતિ અને કૌભાંડ થયું હોય જે બાબતે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નારુંકોટ ગામના યુવાન નરેન્દ્રભાઈ રાઠવાએ મેનેજીંગ ડાયરેકટર વન વિકાસ નિગમ લી વડોદરાને પત્ર લખી જાણ કરીછે. સાથે સાથે છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્સરન્સ યોજી તમામ કૌભાંડો વિશે આરોપ લગાવ્યા છે.
નરેન્દ્ર રાઠવા એ મેનેજીંગ ડાયરેકટરને આપેલ લેખિત અરજીમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર ડિવિઝન કચેરી ખાતે હુએ આરટીઆઇ હેઠળ કેટલીક ગૌણ વન પેદાશો તેમજ ટીમરૂ પાનની માહિતી માંગવા આવી હતી જેમાં કેટલીક માહિતી અધૂરી આપતા અમે પ્રથમ અપીલ દ્વારા આપની કક્ષાએથી પૂરતી માહિતી મેળવી હતી જે બાબતે છોટાઉદેપુર ડિવિઝનના કાર્ય વિસ્તારમાં આપેલ માહિતીના આધારે જે કોઈ ગૌણ વન પેદાશ લાવનાર આદિવાસીઓની રૂબરૂ મુલાકાત કરી તેઓ પાસે ચર્ચા કરતા સ્પષ્ટ જણાવ્યું હતું કેઅમોએ મહુડા, ડોળી કે મહુડાનાં ફૂલ , ખાટી આમલી અમે નિગમને વેચેલી નથી. અને અમારી પાસે આ વસ્તુ ઉત્પન્ન પણ થઈ નથી. અમારા નામો રેકોર્ડમાં જે બતાવ્યા છે. તે અમારી જાણ બહાર છે. અમારા નામની સામે જે કોઈ સહી કે અંગૂઠાનું નિશાન છે તે પણ ખોટું છે. તેવું લાભાર્થીઓ પાસેથી સ્પષ્ટ પણે જાણવા મળ્યું છે. તેમજ જે આદિવાસી લાભાર્થીઓને તેમના નામના ચેક બનાવી ને આપવામાં આવેલ હતા. તે ચેક વ્યક્તિના ખાતામાં જમા કરાવીને તે રકમ લાભાર્થી પાસેથી ઉઘરાણું કરી લેવામાં આવ્યું છે. જેમાં સેનો ચેક લાભાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવ્યો હતો તેની કોઈપણ પ્રકારની જાણ લાભાર્થી પાસે નથી. અને જેમને કેસમાં ચુકવણું બતાવવામાં આવે છે. તે પણ તદ્દન ખોટું છે. આ ઉપરથી સ્પષ્ટ પણે જણાઈ આવે છે કે જે કોઈ ગૌણ વન પેદાશનો જથ્થો નિગમે ખરીદીના રેકોર્ડમાં બતાવ્યો છે જે જથ્થો વેપારી પાસેથી હલકી ગુણવત્તા અબે ઓછા ભાવમાં ખરીદ કરેલ હોય તેમ જણાય છે. જે વેપારી પાસેથી માલ ખરીદ કરવામાં આવેલ છે તેના પુરાવા અમારી પાસે છે. તેમ લેખિતમાં જણાવ્યું છે.
એજ રીતે ટીમરૂપાન એકત્રીકરણ દરમ્યાન જે ફંડ ક્લાર્કઓની નિમણૂક કરવામાં આવી છે તેઓ દ્વારા ટીમરું પાનની ખરીદીના રેકોર્ડ અને માહિતી પણ આજ રીતે ખોટી લખાય છે. ટીમરું પાન ખરીદી કરનાર ફંડ મુનસીઓ સાથે ચર્ચા કરતા જાણવા મળેલ છે કે વેપારીઓ ટીમરૂપાનની ખરીદી વધારે કરે છે અને સરકારી ડેકોર્ડમાં ઓછો બતાવે છે. તેના કારણે નિગમની રોયલ્ટીની પણ ચોરી થાય છે. વધુમાં આક્ષેપ કરતા એવું પણ જનવતું હતું કે ફડ મુનસી ના પગાર કરતી વખતે પણ ડિવિઝનના અધિકારી દ્વારા ફડ મૂંનસી પાસેથી તેમના પગારનો હિસ્સો કાપી લેવામાં આવે છે. જેવા ગંભીર આક્ષેપો વેન વિકાસ નિગમ લિમિટેડ ના મેનેજીંગ ડિરેક્ટરને આપેલ લેખિત પત્રમાં યુવાન નરેન્દ્રભાઈ એ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here