શહેરા ખાતે તાલુકા કક્ષાના ‘મારી માટી- મારો દેશ’ કાર્યક્રમની દેશભક્તિ માહોલમાં ઉજવણી કરાઈ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

નાગરિકોએ પંચ પ્રણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધતાના શપથ લીધા

પંચમહાલ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત ‘મારી માટી – મારો દેશ’ કાર્યક્રમની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે “મારી માટી મારો દેશ “કાર્યકમ વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્યશ્રી જેઠાભાઇ ભરવાડની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ધ્વજવંદન ,વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
તાલુકા પંચાયત શહેરા ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત ગ્રામજનોએ પંચ પ્રણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધતાના શપથ લીધા હતા. સ્થાનિક કક્ષાએ વૃક્ષોનું વાવેતર કરી વસુધા વંદન થકી અમૃત વાટિકા તૈયાર કરવા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શહેરા પ્રાંત અધિકારીશ્રી એન.કે.પ્રજાપતિ ,તાલુકા વિકાસ અધિકારીશ્રી,અગ્રણી મગનભાઈ પટેલિયા, દરેક ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ સહિત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here