તિલકવાડા નગરમાં શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે કિસાન સન્માન દિવસ કાર્યક્રમ યોજાયો

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા જનસેવાના આદરાયેલા રાજ્યવ્યાપી સેવાયજ્ઞના ભાગરૂપે તા.૫ મી ઓગષ્ટ,૨૦૨૧ ગુરૂવારના રોજ “કિસાન સન્માન દિવસ” અંતર્ગત તિલકવાડા ની કે.એમ.શાહ હાઇસ્કૂલ ખાતે સ્વર્ણિમ ગુજરાત-૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજા જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી જિલ્લા વિકાસ અધિકારી પી ડી પલસાણા તાલુકા ભાજપા પ્રમુખ બાલુભાઈ બારિયા ઉપ પ્રમુખ જ્યેન્દ્રભાઈ પ્રજાપતિ તાલુકા પ્રમુખ પારુલબેન તડવી કારોબારી અધ્યક્ષ મમતાબેન તડવી સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ, અધિકારીઓ અને લાભાર્થીઓની ઉપસ્થિતિમાં “કિસાન સન્માન દિવસ” અંતર્ગત કાર્યક્રમો યોજાયો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા અને સાગબારા તાલુકાના ૧૧૨ ગામોના કુલ-૨,૧૯૦ લાભાર્થી ખેડૂતોને “કિસાન સૂર્યોદય યોજના” હેઠળ આ યોજનાનો લાભ ઉપલબ્ધ મળશે. અને કૃષિ વિષયક વિજ જોડાણ ધરાવતાં આ લાભાર્થી ખેડૂતોને રાત્રીના બદલે હવે દિવસ દરમિયાન વિજ પુરવઠો ઉપલબ્ધ થશે.

જિલ્લામાં યોજાનારા આ કાર્યક્રમોમાં “સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના” અંતર્ગત કૃષિ, બાગાયત અને આત્મા પ્રોજેક્ટ હેઠળના લાભાર્થી ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભોના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here