કાલોલ : રામપુરા જોડકાં ગામે રહેણાંક મકાનમાંથી રૂ. 2100 નો પ્રોહી મુદામાલ ઝડપાયો, જયારે મહિલા બુટલેગર ફરાર

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

પ્રાપ્ત માહિતી મુજબ વેજલપુર પોલીસ સ્ટાફના માણસો મેહલોલ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિગમાં હતાં ત્યારે ચોક્કસ મળેલ બાતમીના આધારે રામપુરા જોડકાં ગામે રહેતી સુમિત્રાબેન દિલીપભાઈ પરમાર ના રહેણાંક મકાનમાં રેઈડ કરતાં તે ઘરે હાજર મળી આવેલ નહોતી જેથી તેના ખુલ્લા ઘરમાં પ્રોહી મુદ્દામાલ અંગે જડતી તપાસ કરતાં તેના ઘરના રસોડાના ભાગેથી સંતાડી રાખેલ એક મિનિયાના થેલામાંથી 21 નંગ ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટિકના કવાટરિયા મળી આવ્યાં હતાં.

જેથી સુમિત્રાબેન દિલીપભાઈ પરમાર રહે. રામપુરા જોડકાંએ પ્રોહી પ્રતિબંધક એરિયામાં પોતાનાં રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂના કવાટરિયા નંગ 21,કી.રૂ.2100 નો પ્રોહી જથ્થો રાખી પોલીસની રેઈડ દરમિયાન ઘરે હાજર નહિ મળી આવી ગુન્હો કરતાં તેના વિરુદ્ધ પ્રોહી કલમ 65 AA ,116 B મુજબ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here