કોરોના મહામારીને કારણે કાલોલમાં દશામાની મૂર્તિના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો.

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ માનવ જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ત્યારે ડગલેને પગલે કોરોના કેસોની સંખ્યા વધતા ગ્રામ્ય જીવનમાં પણ કોરોનાને કારણે અસરો જોવા મળેલ છે, ક્યારે દશામાનુ વ્રત શરૂ થવાને થોડા જ કલાકો બાકી છે ત્યારે ચાલુ વર્ષ દશામાની મૂર્તિઓના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે કાલોલ નગરમાં એક વેપારીએ જણાવેલ કે ચાલુ વર્ષે 25 થી 30 ટકા જેટલું ઓછું વેચાણ થયું છે જેનું મુખ્ય કારણ કોરોના ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં કંપનીઓ બંધ થવાથી બેરોજગારી નિષ્ફળ ચોમાસુ જેવા મુખ્ય કારણો હોઈ શકે છે.

કાલોલના બજારમાં હારબંધ દશામાની મૂર્તિઓ ખરીદતા ભાવિક ભક્તો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here