વેજલપુર પોલીસે બસ સ્ટેન્ડ પાછળના ખુલ્લા ખેતરમાં જુગાર રમતા બે જુગારીઓને ઝડપી લીધા. બે જુગારી ફરાર

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

વેજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યાં મળેલી ચોક્કસ બાતમીના આધારે કાલોલ તાલુકાના વેજલપુર પાસે આવેલા બસ સ્ટેન્ડ પાછળના ખુલ્લા ખેતરમાં કેટલાક ઇસમો ભેગા મળીને ટોર્ચ લાઈટના અજવાળે જાહેરમાં પાના પતાથી પૈસા વડે હારજીતનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે બાતમીના સ્થળે ગોળ કુંડાળું કરી જુગાર રમતા ઇસમોને પોલીસને આવેલી જોતા નાસભાગ મચી હતી જોકે પોલીસે પીછો કરી બે જુગારીઓને ઝડપી પાડયા હતાં જ્યારે બે જુગારી ભાગી છુટયા હતા ત્યા પકડાયેલા બે ઈસમોની અંગ જડતી માં રૂ.૪૪૦/અને દાવ ઉપરના ૪૯૦/મળી કુલ રૂ,૯૩૦/સહિત જુગાર ના પાનના પત્તા કબજે કરી તપાસ શરૂ કરી હતી જે અંતર્ગત પોલીસે ઝડપાયેલા બે સહિત ચાર જુગારીઓ વિરોધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here