મધવાસ ચોકડી પાસે રોંગ સાઈડે પૂર ઝડપે બાઈક હંકારતા યુવાનનું ટ્રક ની અડફેટે સારવાર દરમિયાન મોત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આ વિસ્તારમાં રોંગ સાઈડે જતા વાહનો ને તાકીદે બંધ કરાવવા ની જરૂર છે જેથી માનવ જીંદગી બચી શકે

કાલોલ તાલુકાના મધવાસ ગામ પાસે નવી બનેલી જીઆઇડીસી ખાતે નામી કંપનીઓ આવેલી છે અને આ વિસ્તારમાં મધાસર ચોકડી પાસે કંપની છૂટવાના સમયે તમામ કર્મચારીઓ પોતાના ટુ વ્હીલર અને ફોરવીલર લઈને કાલોલ તરફ રોંગ સાઈડે આવતા હોય છે અને વખતોવખત અકસ્માતનો ભોગ બનતા હોય છે આ બાબતે છેલ્લા બે ત્રણ વર્ષથી મીડિયાના માધ્યમથી તંત્રનું ધ્યાન દોરવામાં આવેલ છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ અગમ્ય કારણોસર માત્ર એક બે વખત ટ્રાફિક પોલીસ મોકલી કામ કરવાનો દેખાડો કરવામાં આવે છે. મધવાસ જીઆઇડીસી માંથી રોંગ સાઈડે હોટલ પંચ તથા ઓમકાર સબમરસીબલ પંપ તરફ રોંગ સાઈડ એ કામદારો પોતાના વાહનો હંકારવાને કારણે ઘણી વખત ગમખ્વાર અકસ્માતો સર્જાય છે મધવાસ જીઆઇડીસીના ત્રણ રસ્તા ઉપર અવરજવર કરવા બનેલો રસ્તો જોખમી હોવાથી ટ્રાફિક માટે બંધ કરી દેવાયો છે પરિણામે જીઆઇડીસી માંથી કાલોલ તરફ જવા માટે કામદારો ફરજિયાત પણે રોંગ સાઈડ જતાં હોય છે આવા જ એક બનાવ મા કાલોલ તાલુકાના કાનોડ ગામના ચોરાવાળા ફળિયાના બે નવયુવાનો કે જેઓ કાનોડ થી નોકરી કરવા માટે નોબેલ કંપનીમાં મઘવાસ ખાતે મોટર સાયકલ ઉપર અવરજવર કરતા હતા શુક્રવારની સવારે પોતાની નોકરી પૂરી કર્યા પછી સવારના ૭:૩૦ કલાકે અશ્વિનભાઈ દિલીપભાઈ ચૌહાણ ઉ. વ.૧૮ પોતાના કુટુંબી કાકા ના દીકરા જયદીપસિંહ ભુપેન્દ્રસિંહ ચૌહાણ ઉ. વ.૧૮ એમ બંને નોકરી પૂર્ણ કર્યા પછી અશ્વિનની મોટરસાયકલ ઉપર કાનોડ ખાતે પરત આવવા માટે નીકળ્યા હતા તે સમયે મોટરસાયકલ ચાલક અશ્વિને પોતાની મોટરસાયકલ પૂર ઝડપે રોંગ સાઈડ થી હંકારતા સામેથી કાલોલ થી વડોદરા તરફ જઈ રહેલ ટ્રકની ખાલી સાઈડે અથડાતા બંને યુવાનો રોડ ઉપર મોટરસાયકલ સાથે પડ્યા હતા જેમાં અશ્વિન ને જમણા પગે તથા શરીરે ગંભીર ઇજાઓ થતા લોહી નીકળવા લાગેલું તેમજ પાછળ બેઠેલા જયદીપ ને જમણા પગે અને જમણા હાથે ઇજાઓ થયેલી બંને ઇજાગ્રસ્ત યુવકોને 108 મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા જ્યાંથી અશ્વિન ને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ જ્યાં સાંજે સારવાર દરમિયાન ફરજ ના તબિબોએ અશ્વિનને મરણ પામેલો જાહેર કરેલ જે અંગેની ફરિયાદ ભુપેન્દ્રસિંહ છત્રસિંહ ચૌહાણ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને આમ રોંગ સાઈડ ઉપર આવતા એક પોતાનો જીવ ગુમાવી દીધો છે. પંચમહાલ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા આ બાબતે તાત્કાલિક ધોરણે અગ્રતા આપી આ વિસ્તારમાં રોંગ સાઈડ મા અવરજવર કરતા વાહન ચાલકો ઉપર તાત્કાલિક ધોરણે લગામ કસવાની જરૂર છે જેથી ઘણા બધા નવ યુવાનો અને માનવ જીવો પોતાના જીવ બચાવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here