ધાનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પનુ આયોજન કરવામા આવ્યું

ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-

દાહોદ જીલ્લાના ધાનપુર ખાતે આવેલા સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમા ધાનપુર તાલુકાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના લાભાર્થીઓને સર્ટિફિકેટ કાઢી આપવામા આવ્યા હતા.આ કેમ્પમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.
દાહોદ જીલ્લાના ધાનપુર ખાતે આવેલા સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પ યોજાવામાં આવ્યો હતો. જેમાં વિવિધ શાખાના નિષ્ણાંત જેવાકે હાડકા વિભાગ -કાન નાક ગળા વિભાગ -માનસિક રોગ વિભાગ -આંખ રોગ વિભાગના નિષ્ણાંત આવી લાભાર્થીઓનુ તપાસ કરી એમની યોગ્યતા મુજબ વિકલાંગ સર્ટિફિકેટ કઢાવી આપવામાં આવ્યા હતા. આ દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પમાં અનેક લાભાર્થીઓએ લાભ લીધો હતો.આ દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન સિવિલ હોસ્પિટલની ટીમના તમામ સ્ટાફ અને કર્મચારીઓએ કર્યુ હતુ. જેથી દિવ્યાગં સર્ટિફિકેટ કેમ્પ સફળ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here