વિકાસશીલ તાલુકા જોગવાઈ હેઠળ ઘોઘંબા તાલુકા માટે મંજુર થયેલા વિકાસના કામો અને નવીન આયોજનની સમીક્ષા બેઠક હાલોલ ખાતે યોજાઇ

હાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કૃષિ રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર અને અધિક આરોગ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલે વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ માટે મંજુર કાર્યોની  વિગતવાર સમીક્ષા હાથ ધરી માર્ગદર્શન આપ્યું*, *વિકાસકાર્યો ગુણવત્તાયુક્ત રીતે નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અમલીકરણ અધિકારીઓને નિર્દેશ

કોવિડ થર્ડ વેવ સંબંધિત પૂર્વ તૈયારીઓની વિગતવાર સમીક્ષા હાથ ધરી માર્ગદર્શન આપ્યું

હાલોલ સર્કિટ હાઉસ ખાતે શનિવારે કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિકાસશીલ તાલૂકા ઘોઘંબાના પ્રભારી સચિવશ્રી મનોજ અગ્રવાલ (અધિક સચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ)ના અધ્યક્ષસ્થાને વિકાસશીલ તાલુકા જોગવાઈ હેઠળ મંજુર થયેલા કામોની સમીક્ષા અને નવીન આયોજન અંગે ચર્ચા-વિમર્શ બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તેમજ ધારાસભ્યશ્રી કાલોલ સુશ્રી સુમનબેન ચૌહાણ, ઘોઘમ્બા તાલુકા પંચાયત પ્રમુખ સુશ્રી રંગેશ્વરીબેનની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં ૫૦ વિકાસશીલ તાલુકા જોગવાઈ હેઠળ ઘોઘમ્બા તાલુકાના વર્ષ ૨૦૧૯-૨૦ અને વર્ષ ૨૦૨૦-૨૧ના મંજુર થયેલા કામોની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. મંજુર કામો પૈકી પૂર્ણ થયેલા કામો, પ્રગતિ હેઠળના કામોની સ્થિતિ વિશે ઝીણવટભરી માહિતી મેળવી કામગીરી વધુ અસરકારક રીતે થાય તે અંગે ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યો હતો. પ્રભારી સચિવશ્રી દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ તેમજ વર્ષ ૨૦૨૦-૨૧ ના બાકી કામો સત્વરે ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે રીતે કામગીરી કરવા અમલીકરણ અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, વિકાસશીલ તાલુકો ઘોઘંબાના વર્ષ ૨૦૨૧-૨૨ના નવીન આયોજન માટે આરોગ્ય, શિક્ષણ, પોષણ, સિંચાઈ વગેરે ઇન્ડિકેટર્સની દૃષ્ટિએ તાલુકાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરી મંત્રીશ્રી અને અધિક સચિવશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં, બેઠકમાં કોવિડ થર્ડ વેવને ધ્યાને લઈ તાલુકાની પૂર્વ તૈયારીઓ અને આરોગ્ય સંસાધનો અંગે જાણકારી મેળવી CHC તેમજ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય વિષયક સુવિધાઓમાં વધારો કરવા, ઓકસીજનની સુવિધા માટે ઓક્સિજન લાઈન, ઓક્સિજન સ્ટોરેજની સુવિધા મજબૂત કરવા, વેન્ટિલેટરની સુવિધા વધારવા, ટેસ્ટિંગની સુવિધાને વધુ મજબૂત કરી સ્થાનિક સ્તરે જ નિદાન ઝડપી કરવા માટેના સાધનો સહિત માતૃ બાળ કલ્યાણની સુવિધા અદ્યતન કરવા તેમજ ક્રિટીકલ સંજોગોમાં દર્દીની ઝડપી સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા વધારવા સહિત શિક્ષણની આંતર માળખાકીય સુવિધાઓ વધારવા માટે આયોજન નક્કી કરવામાં આવ્યું હતું તેમજ ત્રીજી લહેરની અસરને પહોંચી વળવા તૈયાર કરવામાં આવેલ એક્શન પ્લાનની સમીક્ષા કરી નિર્દેશ આપવામાં આવ્યા હતા. બેઠકમાં પ્રાયોજના વહીવટદારશ્રી એસ.કે. રાઠોડ, ડીઆરડીએ નિયામકશ્રી તાવીયાળ, આયોજન અધિકારીશ્રી આર. ભાભોર, ડેપ્યુટી ડીડીઓશ્રી સી.ડી. રાઠવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ-મકાન સ્ટેટ તેમજ પંચાયત, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસરશ્રી, ઘોઘમ્બા મામલતદારશ્રી સહિતના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here