વડોદરાના પાટીલ ભાઇ,બહેને આણંદ ખાતે 13મી ગુજરાત સ્ટેટ સોટોકેન કરાટે ચેમ્પિયનશિપ 2023 માં નામ રોશન કર્યું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

તારીખ 14,15 ઓક્ટોબર 2023 ના રોજ નીહોન સોટોકન કરાટે એસોસિએશન દ્વારા 13 મી ગુજરાત સોટોકન કરાટે ચેમ્પીયનશીપ 2023નુ આયોજન યુગપુરુષ સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ આણંદ ખાતે કોમ્પિટિશન રાખવામાં આવેલ હતી જેમાં વડોદરા શહેરના ભાઈ બહેન ની જોડીમાં પારુલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો આર્યન કલ્પેશ પાટીલ 16 વર્ષની કેટેગરીમાં કાસ્ય પદક તથા તેની બહેન 13 વર્ષ ની કેટેગરી ઓક્ઝીલીયમ કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ આઠ મા અભ્યાસ કરતી ઝીલ કલ્પેશ પાટીલ એ ફાઇટ માં ગોલ્ડ મેડલ જીતી તેમની પારુલ પોલિટિકલ ઇન્સ્ટિટયૂટ પારુલ યુનિવર્સિટી તેમજ સ્કૂલ તથા પાટીલ સમાજ તથા વડોદરા શહેરનું નામ આણંદ જિલ્લા ખાતે રોશન કર્યું હતું.
અગાઉ પણ આ ભાઈ બહેનને વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્ટેટ્ તથા નેશનલ તેમજ ઇન્ટરનેશનલ લેવલે કરાટે તથા કિક બોક્સિંગ કોમ્પિટિશનમાં ઘણા મેડલ જીતી શહેરનું નામ રોશન કરેલ છે આર્યન અને ઝીલ પાટીલ પ્રતીક સર તથા અનુપ સર પાસે પ્રતિક કરાટે એકેડેમી તરસાલી ખાતે કરાટે ની ટ્રેનીંગ લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here