લોકડાઉન વચ્ચે અગાભી પીપળીયામાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ…

મોરબી,

પ્રતિનિધિ :- આરીફ દિવાન

દારૂ ગાળવા માટેના સાધનો તથા 2025 લીટર આથો સાથે ત્રણ શખ્સો પકડાયા

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અગાભી પીપળીયા ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી તથા દેશી દારૂ ગાળવા માટેના સાધનો તથા આથો લીટર 2025 સાથે ત્રણ ઇસમોને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. ગઈકાલે તા. 29ના રોજ વાંકાનેર તાલુકા પોલીસને ખાનગી રાહે દેશી દારૂની ભઠ્ઠી વિષે બાતમી મળેલ હતી. તે મુજબ પોલીસે અગાભીપીપળીયા ગામની આથમણી સીમમાં ડેમી નદીના વોકળામાં રેઇડ કરતા દેશીદારૂ ગાળવાની ચાલુ હાલતની પાંચ ભઠી મળી આવેલ હતી. તેમજ ગેસના બાટલા નંગ 5, ચુલા નંગ 5, ભઠીગાળવાના ટીપણા નંગ 5, તપેલા નંગ 5, 50 લીટરના કેરબા નંગ 8, 10 લીટરના પ્લાસ્ટીકના કેન નંગ 5, દેશીદારૂ બનાવવાનો આથો લીટર 2025, સ્ટીલની થાળી તથા તેમા ફીટ કરેલ નળી નંગ 5, દારૂ લીટર 10 એમ મળી કુલ કિ.રૂ. 21,250/-ના મુદામાલ મળી આવેલ હતો. આ મુદામાલ સાથે આરોપીઓ અરવિંદભાઈ બચુભાઈ સોંલકી (ઉ.વ. 30), કાનાભાઈ લધુભાઈ સોંલકી (ઉ.વ. 24), સન્નીભાઈ રમેશભાઈ સોંલકી (ઉ.વ. 20) (બધા ધંધો. મજુરી, રહે. ગામ જારીયા, તા.જી. રાજકોટ) વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here