લોકડાઉન અને કોરોનાના કહેર વચ્ચે રાજસ્થાનના વણઝારા પરિવારની દયનીય હાલત…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

પરિવારમાં 10 મહિલા,05 પુરુષ અને 12 બાળકો પૈકી એક ગર્ભવતી મહિલાની કાળઝાળ ગરમીમાં કફોડી દશા

3 ગર્દભ(ગધેડા) વેચી ડેડીયાપાડાથી ટ્રકમાં નિકળ્યા પરંતુ ટ્રક ચાલકે પોઈચા ગામ પાસે ઉતારતા પગપાળા રાજપીપળા આવતા ભદામ પાસે વિસામો લીધો

રાજસ્થાન તરફના વણઝારા પરિવારના લોકો ભદામ પાસે આવ્યાની જાણ થતાં લોકો મદદે દોડી આવ્યા

હાલ કોરોના વાયરસમાં લોકડાઉનમાં થોડીક છૂટછાટ અપાઈ છે તેવામાં વહીવટી તંત્ર દ્વારા પણ પરપ્રાંતિયોને વતન મોકલવા વાહનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે પરંતુ લોકડાઉનમાં કામ ધંધા બંધ થતાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં રહી છૂટક મજૂરી કામ કરતા રાજસ્થાન પાલીનો વણઝારા પરિવારમાં બાળકો, મહિલાઓ અને પુરૂષોનું એક જૂથ વતન જવા મદદની રાહ જોઈ રહ્યું હતું પરંતુ કોઈ મદદ ન મળતા આ પરિવાર પાસે પોતાની આવકનું સાધન એવા 3 ગર્દભ (ગધેડા) હોઈ આખરે એ વેચી વતન જવા ડેડીયાપાડાથી એક ટ્રકમાં બેઠાં ટ્રક ચાલકે આ પરિવારને પોઈચા સુધી મુક્યા બાદ ત્યાંથી આ પરિવારમાં 10 મહિલા,05 પુરુષ અને 12 બાળકો જેમાં એક ગર્ભવતી મહિલા પણ હોય પગ પાળા રાજપીપળા આવવા નીકળ્યા પરંતુ કાળઝાળ ગરમીમાં કફોડી હાલત થતા તમામેં ભદામ ગામ પાસેની એક બંધ હોટલ પાસે વિસામો લીધો જેથી રાજપીપળામાં રહેતા અને વણઝારા પરિવાર એક સેવાભાવી વ્યક્તિ ભગુભાઈ કાલુભાઈ વણઝારાને જાણ થતાં તે અને યુથ કોંગ્રેસના અજયભાઈ વસાવા અને સતિષભાઈ વસાવા ત્યાં મદદે દોડી આવ્યા આ ત્રણ સેવાભાવીઓ એ નાના બાળકો અને મહિલા સાથે અટવાયેલા પરિવારને ભોજન સહિતની વ્યવસ્થા કરી રાતવાસો ત્યાં કરવા અને સવારે વતન જવા વ્યવસ્થા કરવા જણાવી માનવતા બતાવી જરૂરી તમામ મદદ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here