આત્મનિર્ભર યોજનાની લોન તો મળશે પણ સવાલ એ છે ફોર્મ ક્યારે મળશે..!!?

જામનગર,
અકબર દિવાન

સમગ્ર દેશ સહીત ગુજરાતભરમાં અમલમાં મુકાયેલ લોકડાઉનના 60 દિવસ દરમિયાન તમામ પ્રકારના ધંધા રોજગાર સતત બંધ હોવાથી ગુજરાતની પ્રજા મંદીનું વાતાવરણ અનુભવી રહી છે હાલમાં સરકાર દ્વારા ધંધા રોજગારની શરતી છૂટછાટ આપવામાં આવી છે ત્યારે નાના વ્યવસાય ધરાવતા લોકો નવેસરથી રોજગાર ચાલુ કરવા ધર્મસંકટમાં મુકાઈ ગયા છે માટે આવા લોકોને ફરીથી પગભર થવા માટે સરકાર દ્વારા આશ્વાસનરૂપે આત્મનિર્ભર યોજના જાહેર કરવામાં આવી છે પણ જામનગરમાં આ યોજના વિશે જાણે બેંકો અજાણ હોય એવો વર્તાવ થઇ રહ્યો છે સરકાર દ્વારા સ્પષ્ટ જાહેરાત કરાઈ હોવા છતાં બેંકોમાં ફોર્મ ભરાતા નથી બેંક મેનેજરથી માંડીને જિલ્લા રજીસ્ટ્રાર સુધીના અધિકારીઓ કહે છે કે આ અંગેની જરૂરી પ્રક્રિયાઓ ચાલી રહી છે લોકડાઉન બાદ લોકોની સહાનુભૂતિ જીતવા માટે સરકાર દ્વારા નાના વેપારી, રિક્ષાચાલક, ફેરીયા અને ખૂબ નાના વર્ગના લોકો માટે આત્મનિર્ભર યોજના હેઠળ ૧ લાખ સુધીની લોન માટે જિલ્લા સહકારી તેમજ નાગરિક બેંકને જાહેરાત કરી દીધી છે છતાં પણ લોન માટેના ફોર્મ ક્યાંય મળતા નથી.
આ યોજના માટે જામનગરમાં કુલ પાંચ બેંકો જાહેર કરેલ છે જેમાંથી ફોર્મ અને લોન મેળવી શકાય આ યોજના માટે બેંકો સહમત છે પણ ફોર્મ છપાવવા ના હોવાથી 1 જૂનથી ફોર્મ ચાલુ થશે એવી વિગતો જાણવા મળી છે જ્યારે ડિસ્ટ્રિકટ બેન્કમાં 26 મેથી ફોર્મ વિતરણ કરવાના છે એવી લોકમુખે ચર્ચા થઈ રહી છે કે જ્યાં ફોર્મ ના ઠેકાણા ના હોય તો પછી આત્મનિર્ભર યોજનાની લોનની વાત તો કોષો દૂર રહી…!! હવે જોવાનું એ રહ્યું કે ક્યારે આ યોજનાનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચી રહે છે અને ક્યારે અને કેટલા લોકો આત્મનિર્ભર બને છે…!!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here