રામનવમી તહેવારને લઈ કાલોલ પોલીસ મથકના સ્ટાફ દ્વારા નગરમાં ફ્લેગ માર્ચ યોજાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આવતી કાલ ૩૦ માર્ચના રોજના રામનવમી તહેવારને અનુલક્ષીને કાલોલ પોલીસ મથકના સ્ટાફ દ્વારા કાલોલ નગરમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં હાલોલ સી.પી.આઈ.એ.બી.ચૌધરી તેમજ કાલોલ પોલીસ મથકના પો.સ.ઈ જે.ડી.તરાલ સહિત પોલીસ સ્ટાફના માણસો આ ફ્લેગ માર્ચ જોડાયા હતા. જેમાં રામનવમી અને રમજાન માસ ને લઈ કોઈ અનિચ્છનિય બનાવ ના બને અને કોમી એકતાથી અને ભાઈચારા થી દરેક તહેવાર ઉજવાશે તેવા ઉમદા હેતુથી આ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
આજ રોજ કાલોલ નગરમાં આગામી રામ નવમીની તૈયારીના ભાગરૂપે કાલોલ બજારમાં ઠેર-ઠેર કેસરી કલરની ધજાઓ ફરકાવવામાં આવી હતી. તે ઉપરાંત જય શ્રી રામના નારા સાથેના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે આજ રોજ કાલોલ ખાતે હાલોલ સી.પી.આઈ.એ.બી. ચૌધરી તેમજ કાલોલ પો. સ.ઈ જે.ડી.તરાલ આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં કાલોલ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ આ ફ્લેગ માર્ચમાં જોડાયો હતો. કાલોલ પોલીસ મથકથી મુખ્ય માર્ગ પર પરથી ફ્લેગ માર્ચ પરત પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતાં.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here