કાલોલના નિવૃત્ત તલાટી અબ્દુલ રજાકની કાયદેસર આવકની સરખામણીમાં ૨૯.૫૫% વધુ અપ્રમાણસર મિલકતોનો સામે પંચમહાલ લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ ફરિયાદ નોંધવતા કાલોલ પંથકમાં ખળભળાટ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના તાત્કાલિન તલાટી અબ્દુલ રજાક દોલતી એ પોતાની ૧૧ વર્ષની ફરજ દરમિયાન અંદાજિત રૂ.૧,૪૧,૭૨,૨૧૨/- કરતાં રૂ.૧,૮૩,૪૬,૬૨૫/- ની થાવર તથા વધુ મિલ્કત વસાવા સામે પંચમહાલ લાંચ રૂશ્વત વિરોધી શાખાએ તપાસ હાથ ધરી પોલીસ મથકે ફરિયાદ નોંધવાતા કાલોલ પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે.
પંચમહાલ એસીબી પોલીસ સ્ટેશનમાં કાલોલ તાલુકા તાત્કાલિક તલાટી તરીકે ફરજ બજાવતા અબ્દુલ રજાક દોલતી દ્વારા તા.૧/૪/૨૦૦૬ થી તા.૩૦/૬/૨૦૧૭ દરમિયાન પોતાની ફરજ નો ગેરલાભ ઉઠાવી કાયદેસર આવક અંદાજિત રૂ.૧,૪૧,૭૨,૨૧૨/- કરતાં રૂ.૧,૮૩,૪૬,૬૨૫/- ની એટલે કે તેઓએ ભ્રષ્ટ રીત રસમો અપણાવી હોદ્દાનો દુર ઉપયોગ કરી, ગેકાયદેસર નાણાં મેળવી તેઓની કાયદેસરની આવક કરતા રૂ.૪૧.૭૪/- લાખ જંગમ મિલકતોમાં રોકાણ કરી અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું એસીબી ની તપાસ દરમિયાન કાયદેસર આવકની સરખામણીમાં ૨૯.૫૫% વધુ અપ્રમાણસર મિલકતોનો જણાઈ આવતા તેને પડદાફાસ કરી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો શાખા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાય હતી.જેને લઈ કાલોલ પંથકના રાજકીય માહોલમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પંચમહાલ એસીબીએ ભ્રષ્ટ એવા નિવૃત તલાટી અબ્દુલ રજાક દોલતી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમન ૧૯૮૮(સુધારો ૨૦૧૮) ની કલમ ૧૩(૧)(બી),૧૩(૨) મુજબનો ગુણો દાખલ થતાં કાલોલ પંથકના રાજકીય માહોલમાં હડકંપ મચી જવા પામ્યો છે.

તત્કાલીન તલાટી કમ મંત્રી દોલતી અને તેના સગા સંબધીઓ દ્વારા ખુબ મોટા પ્રમાણમાં જમીનો ખરીદવામાં આવી હોવાનુ ચર્ચાય છે. મોટા ભાગના કામો તેના દ્વારા જ કરવામા આવતા હોવાનુ બહાર આવેલ છે અને આવા કામો થકી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનુ મનાય છે કાલોલ વિધાનસભા માં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ વિજેતા બન્યા બાદ આ તલાટી કમ મંત્રી નાં કાર્યકાળ નાં કામોની તપાસ ની માંગ ઉઠી હતી વધુમા જેતે સમયે બહુ મોટા ગજાના સ્થાનીક નેતાનો દોલતી ઉપર હાથ હોવાને કારણે તમામ કામો તેને મળતા હોવાનુ પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે ત્યારે એસીબી ની તપાસ બાદ શુ થાય છે તેના ઉપર સૌની નજર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here