રાજ્યપાલશ્રીના અધ્યક્ષસ્થાને આગામી ૩૦ જાન્યુઆરીના રોજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી,વીંઝોલ ખાતે વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાશે

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત એક્ટ- ૨૪/૨૦૧૫થી ગોધરા,વીંઝોલ ખાતે કરાઈ હતી.આ યુનિવર્સીટીના કાર્યક્ષેત્રમાં આદિવાસી વસ્તી ધરાવતા પાંચ જીલ્લાઓ પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર તથા વડોદરા ગ્રામ્યનો સમાવેશ થાય છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી,ગોધરા ખાતે મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આગામી ૩૦ જાન્યુઆરીના રોજ વિદ્યાર્થીઓનો પાંચમો પદવીદાન સમારોહ યોજાશે

જેમાં ૧૬,૧૮૧ વિદ્યાર્થીઓને ડિગ્રી,૪૧ વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડીગ્રી તથા ૪૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે.આ કાર્યક્રમમાં પંચમહાલ સાંસદશ્રી
રતનસિંહ રાઠોડ,ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી સહિત યુનિવર્સિટીના કુલપતિ અને ફેકલ્ટી ઉપસ્થિત રહેશે તેમ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલ સચિવશ્રી દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here