રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢતી રાજપીપળા પોલીસ

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જીલ્લામાં દારૂના દુષણને ડામવા માટે જીલ્લા પોલીસ વડા હિમકરસિહના કડક નિર્દેશોને પગલે તથા ના.પો.અધિકારી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ રાજપીપળા ડીવીઝનની કડક સુચના આધારે પો.ઇન્સ.આર.એન.રાઠવા,તથા પો.સ.ઇ.એમ.બી. વસાવા, રાજપીપળા પો.સ્ટે.ના માર્ગદર્શન હેઠળ અ.હે કો. પ્રકાશભાઈ રામાભાઇને મળેલ ચોકકસ બાતમી આધારે વાવડી ગામ ખાતે રહેતી મનિષા બેન નિખીલભાઇ વસાવા તથા વિનોદભાઇ મનજી ભાઇ વસાવા રહે, વેલછંડી તા. ગરૂડેશ્વર જિ.નર્મદાના મેળાપીપણાંમાં મનિષાબેન નિખીલભાઇના ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે તેવી બાતમી આધારે રેઇડ કરતાં ઘરની પાછળ આવેલ કોતરમાં રેતીના ઢગલા માં વિદેશી દારૂ ની ૭૫૦ મી.લી.ના હોલ નંગ-૮ કિં.રૂ.૪૦૦૦/-તથા ૧૮૦ મી.લી.ના ક્વાટરીયા નંગ-૩૦ કિ.રૂ.૩૦૦૦/- તથા એક સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૩૦૦૦/- મળી કુલ કિંમત.રૂ.૧૦,૦૦૦/- નો મુદ્દામાલ પકડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here