રાજપીપળા નવદુર્ગા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પોલીસ મથકની મુલાકાત લીધી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

“પોલીસ પ્રજાનો મિત્ર છે” ના ઉદ્દેશ્યને સાર્થક કરવા પોલીસ વિભાગ દ્વારા નિત નવા કાર્યક્રમો કરી પ્રજાજનોમાં પોલીસ પ્રત્યેનો ભય દૂર કરવા અને મિત્રતાના સંબંધો કેળવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા નિત નવા કાર્યક્રમો કરવામાં આવી રહયા છે, ત્યારે હવે સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ ના કાર્યક્રમ અંતર્ગત પોલીસ વિભાગ શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વચ્ચે જઈ બાળકોમાં પોલીસ વિભાગ પ્રત્યે સહાનુભૂતિ કેળવાય પોલીસ અને પ્રજા વચ્ચે ઍક સેતુ બનવવા તેમજ પોલીસ વિભાગ દ્વારા થતી કામગીરીઓ થી બાળકોને માહિતગાર પણ કરવામાં આવી રહ્યા છે.

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ના સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટસ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લા પોલીસ વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની કામગીરીઓ અંગે સમજણ આપી રહી છે, વિધાર્થીઓ વચ્ચે જઈ પોલીસ વિભાગ પ્રસંશનીય કામગિરી કરી રહ્યુ છે.

આજરોજ રાજપીપળા ખાતેની નવદુર્ગા હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ રાજપીપળા પોલીસ મથકમાં સ્ટુડન્ટ પોલીસ કેનેટ્સ કાર્યક્રમ અંતર્ગત પોલીસ મથકની મુલાકાતે આવતા પ્રોબેશનલ ડીવાયએસપી કૃણાલસિંહ પરમાર રાજપીપળા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી. ચૌધરી સહિત ના પોલીસ અધિકારીઓએ આ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા સ્ટુડન્ટ પોલીસ કેડટ્સ ની કામગીરી સંભાળતા પોલીસ કોન્સ્ટેબલ અમરસિંહ રાઠોડ સહિતના અન્ય પોલીસ જવાનોએ આ વિદ્યાર્થીઓને પોલીસ મથકમાં પોલીસ વિભાગના હથિયારો નુ નિરીક્ષણ કરાવ્યું હતું અને હથિયારોની માહિતી આપી હતી, તેમજ પોલીસ વિભાગ કઈ રીતના ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવાની પ્રવૃત્તિઓ હાથ ધરે છે ફરિયાદી ની ફરિયાદ દાખલ કરે છે, સમન્સ અને પકડ વોરંટ ની પ્રક્રિયા કરે છે જેવી વિવિધ કામગીરીઓથી આ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

નવદુર્ગા હાઈસ્કૂલ ના બાળકો એ આ બાબતે જણાવ્યુ હતુ કે પોલીસ દાદા માટે અમારા મન મ ભય હતો પરંતુ તેમને મળતા એવુ લાગ્યુ કે ખરેખર પોલીસ બધા ના રક્ષણ માટે હોય છે, પોલીસ તો એક મિત્ર ની જેમજ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here