નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટી (DAS) સંદર્ભે બેઠક મળી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આયુર્વેદિક દવાખાનાઓ માં જીલ્લા મા મોટા ભાગ ની જગ્યાઓ ખાલી !!!

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નેશનલ આયુષ મિશન અંતર્ગત ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટી (DAS) ની સંવાહક ગવર્નર બોડી અને એક્સિક્યુટિવના સભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા આયુષ અધિકારીશ્રી ડો. નેહા પરમાર દ્વારા નેશનલ આયુષ મિશન અંતર્ગત જિલ્લામાં આવેલ ૯ AHWC (આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) માં ચાલતી કામગીરી અને કરવામાં આવેલી પ્રવૃતિઓ તથા આયુષ શાખા દ્વારા વર્ષ ૨૩-૨૪ ના એન્યુઅલ એક્શન પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લામાં કુલ ૧૬ આયુર્વેદ તથા ૨ હોમિયોપેથીક દવાખાના છે. જેમાંથી ૯ આયુર્વેદ દવાખાના આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે કાર્યરત છે. જેમાં મુખ્યત્વે જનરલ ઓપીડી, જીરીયાટ્રીક ઓપીડી, પ્રકૃતિ પરિક્ષણ, યોગ સેશન, પંચકર્મ સર્વ રોગ નિદાન ચિકિત્સા કેમ્પ, હર્બલ પ્લાન્ટ વિતરણ તથા આયુર્વેદના પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવે છે. જેનો હજી વધુ વિસ્તાર કરવા અને લોકોને ઓછા ખર્ચે વધુ બહેતરીન સારવાર મળે તેવું આયોજન અને અખલવારી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને જે ખાલી જગ્યાઓ છે તે વહેલીતકે ભરાય અને ડેટા એન્ટ્રી ઓપરેટર પણ ભારય તેવી ચર્ચા કરાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ૨૦૨૨-૨૩ દરમિયાન- ૨૩,૭૨૬ દર્દીઓ, યોગ સેશનમાં – ૩૨,૦૨૬ લાભાર્થીઓ, જીરીયાટ્રીક ઓપીડી-૨૦૯૩ લાભાર્થીઓ, પ્રકૃતિ પરીશત – ૯૦૪ લાભાર્થીઓ, સર્વરોગ નિદાન ચિકિત્સા કેમ્પ – ૬,૧૩૧ લાભાર્થીઓ, IEC -૮૪,૭૭૦ લાભાર્થીઓ તથા હર્બન પ્લાન્ટ વિતરણ-૧,૨૭૪ લાભાર્થીઓએ આયુર્વેદ સેવાનો લાભ લીધો હતો.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયાકમ જે.કે.જાદવ, જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીમતી ડો.નેહા પરમાર, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ, વૈધ પંચકર્મશ્રી, કાર્યપાલક ઇજનેર એ.એસ.પટેલ, શિક્ષણ વિભાગના પ્રતિનિધિ સહિત એનજીઓના સભ્યો હાજર રહ્યાં હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here