રાજકોટ : વોર્ડ નં. 13 આંબેડકરનગરમાં ગંદા પાણીની સમસ્યાથી પીડાતા રહેવાસીઓ રોડ પર ઉતરી આવ્યા

રાજકોટ,
આરીફ દીવાન,(મોરબી)

“પ્રજાના મતે સત્તા પ્રાપ્ત કરનાર પ્રજાના પ્રતિનિધિઓ મતદાર પ્રજાને પીવાના પાણી આપો”

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના રાજકોટમાં વિકાસ માત્ર કાગળ પર થયો હોય તેમ મહિલાઓ પીવાના પાણી માટે રસ્તા પર ઉતરી જતા તંત્રની નિષ્ફળતા નજરે પડી છે રાજકોટ જેવા મેગાસિટીમાં મતદાર પ્રજાને સતત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે ત્યારે પ્રજાના મતથી સત્તા પ્રાપ્ત કરનાર પ્રજાના પ્રતિનિધિઓ પીવાના પાણીની વ્યવસ્થા પુરી પાડવામાં નિષ્ફળ નીવડયા છે હવે આવનાર ચૂંટણીમાં આવા તકવાદી કોંગ્રેસ અને ભાજપના નેતાઓને પ્રજા ઓળખી ગઈ છે રાજકોટ શહેરમાં આવેલા વોડૅનં.૧૩ આંબેડકરનગર વિસ્તારમાં અહીં પીવાના પાણીની લાઇન સાથે ભૂગર્ભ ગટરનું પાણી ભળતુ હોવાની શક્યતા છે. જેને લઇને અહીં ભયાવહ રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઉભી થઇ છે. અહીં સમયાંતરે કોઇને કોઇ કામ માટે ખોદકામ થાય છે. જેને લઇને પાણીની પાઇપલાઇન અને ભૂગર્ભ ગટરની લાઇન ચારણી જેવી થઇ ગઇ છે. ભંગાણ થાય એટલે થૂંકના સાંધા મારી દેવામા આવે છે.

જેને લઇને પીવાના પાણીમાં ભૂગર્ભ ગટરની મળમુત્રવાળી ગંદકી ભળતી હોવાની શક્યતા છે. લતાવાસીઓએ વોર્ડ ઓફિસથી માંડી મનપા કચેરીમાં અનેક વખત રજૂઆત કરી છે. આમ છતા હવે સમસ્યાનો નિવેડો ન આવતા રહેવાસીઓને આજે ન છૂટકે રોડ ઉપર ઉતરી આવીને નિંભર તંત્રને ઢંઢોળવાની નોબત આવી હતી. મહિલાઓએ કેવુ દુષિત પાણી આવે છે. તેનો પુરાવો આપવા માટે પાણી ગંદુ પાણી ભરેલી બોટલ લઇને રોડ પર દેખાવો કર્યો હતો. જે સમગ્ર તસવીરમાં મહિલાઓ પાણી માટે રસ્તા પર ઉતરી ગઈ હોય તે નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here