રાજકોટ : ધોરાજીના વૃદ્ધ ખેડૂતે યુટ્યૂબ પર ખેતી વિશે જાણકારી મેળવી મહામૂલ્ય ચંદનનું વાવેતર કર્યું…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જિલ્લાના ધોરાજી ના વૃદ્ધ ખેડૂત એ પોતાની કોઠા સૂઝ અને સોશિયલ મીડિયા નો સદ ઉપયોગ કરી અને ચંદન ની ખેતી કરી છે કુલ 600 રોપા ચંદન. ના વવ્યા છે ભગવાનજી ભાઈ ચવડીયા નું કેહવુ છે કે તેઓ છેલ્લા 35 વર્ષ થી ખેતી ના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

પહેલા તેઓ સીઝન પાક ની ખેતી કરતા હતા અને સમય બદલાતા ભગવાનજી ભાઈ ચવડીયા એ યું ટ્યુબ પર ખેતી વિશે જાણકારી મેળવી અને ચંદન નું વાવેતર કર્યું ભગવાનજી ભાઈ નું કહેવું છે કે ચંદન ની ખેતી ખુબજ સરળ ખેતી છે એક વાર વાવેતર કરવું પડે છે આજ થી ત્રણ વર્ષ પહેલાં ચામડાં ના 600 રોપા નર્સરી માથી ખરીદયા હતા એક રોપા ની કિંમત 125 રૂપિયા લેખે ચૂકવી હતી ભગવાનજી ભાઈ નું કહેવું છે કે ચંદન અંદાજે 15 વર્ષ તૈયાર થાઈ છે અને પ્રતી કિલો ચંદન. ના લાકડા ની બજાર કિંમત 15 હજાર રૂપિયા મળે આમ અન્ય ખેતી કરતા ચંદન ની ખેતી લાભદાયી છે અને લાંબા સમયે આર્થિક લાભ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here