રાજકોટ જિલ્લામાં ખાસ કોરોના યોદ્ધાઓની નિમણૂક કરવામાં આવશે….

રાજકોટ,
પ્રતિનિધિ :- વિનુ ખેરાળીયા

રાજકોટ જિલ્લામાં ખાસ કોરોના વાયરસ ન ફેલાય તે માટે રાજકોટમાં કોરોના યોદ્ધાઓની નિમણૂક કરવામાં આવશે. અને જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં તલાટી અને સરપંચોની નિમણૂક કરવામાં આવશે. .અને બહારના જિલ્લાઓમાંથી આવતા લોકો રાજકોટમાં કોરોના વાયરસ ન ફેલાવે તે માટે દરેક ગામોમાં ૨૫ જેટલા વોલેન્ટયર યુવાનોને પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે તે યુવાનો ગામના મુખ્ય રસ્તાઓ એટલે કે જ્યાં ગામમાં પ્રવેશ લઇ શકાય ત્યાં હાજર રહેશે.અને ગામમાં કોની એન્ટ્રી થાય છે તે તમામ બાબત અંગે તપાસ કરવામાં આવશે. જ્યારે તેમનું મુખ્ય કામ એ રેહશે કે ગામનાં ૨૫ ઘર વચ્ચે એક વોલેન્ટર ઘરે-ઘરે જઈને બહારના કોઈ વ્યક્તિ આવ્યા છે કે નહીં આ ઉપરાંત કોઈ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો દેખાય તો તરત જ હેલ્થ ટીમને જાણ કરવી જેથી કરીને તેમને હેલ્થ ચેકઅપ કરી શકાય. અને સમય સુચતા મુજબ કોરોના સંક્રમીતને ટ્રીટમેન્ટ મળતી થાય તેમજ બીજા અન્ય લોકોને સંક્રમણથી બચાવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here