રાજકોટવાસીઓ માટે વધુ એક ગૂડ ન્યૂઝ : કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી વધુ ૪ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ..

રાજકોટ,
પ્રતિનિધિ :- જયેશ માંડવિયા

રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો રિકવરી….

સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે રાજકોટ શહેરમાં કોરોના સામેની મહાલડતમાં સરકાર તંત્ર અને નાગરિકોના સહિયારા પ્રયાસોના ઉત્સાહવર્ધક પરિણામો મળી રહયા છે. રાજકોટમાં આજરોજ શહેરમાં સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ૩૫ કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી ૪ દર્દીઓ કોરોના વાઇરસને હરાવીને સંપૂર્ણ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ આપવામાં આવેલ છે.આ સાથે રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થવાનો રેશિયો ૪૯.૨ % થયો છે, જે ખુબ જ નોંધપાત્ર ગણી શકાય. આ ઉપરાંત આ પ્રકારના હકારાત્મક ડેવલોપમેન્ટથી સૌનો જુસ્સો અને ઉત્સાહ વધ્યા છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
અહી એ ઉલ્લેખ કરવો રહ્યો છે કે કોરોનાને હરાવીને સ્વસ્થ થયેલા ૪ દર્દીઓને આજે સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી એ સમયે તબીબો અને નર્સિંગ સ્ટાફે તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા.

આજ રોજ ડિસ્ચાર્જ થયેલ તમામની વિગત નીચે મુજબ છે.

(૧) ઈમ્તિયાઝ અલ્તાફ પટણી (૧૮/પુરુષ), સરનામું : જંગલેશ્વર શેરી નં. ૨૭, રાજકોટ
(૨) રેશ્મા હબીબમીયાં સૈયદ (૪૭/સ્ત્રી), સરનામું : અંકુર સોસાયટી ૩, રાજકોટ
(૩) અનવર કાસમ ઘાડા (૪૭/પુરૂષ), સરનામું : રાજલક્ષ્મી સોસાયટી શેરી નં. ૧૫, રાજકોટ
(૪) અમ્મા મહમદ કુરેશી (૭૦/સ્ત્રી), સરનામું : જંગલેશ્વર શેરી નં. ૬, રાજકોટ

અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં કુલ ૬૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાંથી આજદિન સુધી કુલ ૩૧ દર્દીઓ સંપૂર્ણ સાજા થયા છે. હાલ ૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે. આજ રોજ ડિસ્ચાર્જ થયેલ દર્દીઓમાંથી જમીલાબેન ફિરોજભાઈ ચુડાસમાને સમરસ કવોરેન્ટાઇન ફેસેલીટી ખાતે મોકલવામાં આવેલ છે તેમજ અન્ય તમામને ઘરે પરત મોકલવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here