રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ગંદકી મુદ્દે રાજકારણ ગરમાયું…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી માં કોંગ્રેસ શાસિત પાલિકા પર સફાઈ અને ગંદકી બાબતે ભાજપ ના હોદેદારો એ અને સ્થાનિકો એ અનેક સવાલ ઉઠાવ્યા

ધોરાજી માં કોંગ્રેસ શાસિત પાલિકા લોકો ને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિસ્ફળ નીવડી હોઈ એવા આક્ષેપો ધોરાજી ના સ્થાનિકો કરી રહ્યા છે ધોરાજી શહેર માં ગંદકી એ માજા મૂકી છે પ્રથમ દ્રષ્ટિ એ જોતા એવું લાગે કે ધોરાજી ના રસ્તાઓ ખાતર ડેપો બન્યા હોઈ ધોરાજી માં ચારે કોર ગંદકી ફેલાયેલ છે ધોરાજી માં સવચ્ચત ભારત નું સ્વપ્ન રોડાઈ રહ્યું હોઈ એમ લાગી રહ્યું છે ધોરાજી ના મુખ્ય રસ્તાઓ પર એટલી હદે ગંદકી ખડકાયેલા છે કે લોકો ને પગપાળા ચાલી ને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.
સ્થાનિકો નું કહેવું છે કે સફાઈ બાબતે ધોરાજી ની કોંગ્રેસ શાસિત પાલિકા સદંતર નિસ્ફળ નીવડી છે.
ધોરાજી ના વેપારીઓ નું કહેવું છે કે ધોરાજી ના શાક માર્કેટ વિસ્તાર પાસે અને ચારા પીઠ વિસ્તાર માં ગંદકી એટલી હદે ખડકાઈ ગઈ છે કે અહીંયા ખરીદી અર્થે આવતી મહિલાઓ અને સ્થાનિકો ગંદકી ને કારણે ફેલાતી દુર્ગંધ ને કારણે ખરીદી .માટે આવતા નથી અને વેપારીઓ ને દુકાન માં બેસવું પણ મુશ્કેલ બન્યું છે અને ખાસ કરી ને ગંદકી ને કારણે મચ્છર જન્ય રોગચાળા એ પણ માથું ઉચક્યું છે અને પાલિકા દ્વારા 15 થી 20 દિવસે અહીંયા એક વાર સફાઈ થાઈ છે.ધોરાજી શહેર ભાજપ ના મહામંત્રી એ ધોરાજી ની કોંગ્રેસ શાસિત પાલિકા ની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે અહીંના કોંગ્રેસ શાસિત પાલિકા ના સતાધીશો સફાઈ બાબતે નિસ્ફળ નીવડ્યા હોવાનું પણ ભાજપ એ આક્ષેપ કર્યો છે ભાજપ ના મહામંત્રી વિજય બાબરીયા એ એવો પણ આક્ષેપ કર્યો છે કે સફાઈ માત્ર કાગળ પરજ થાઈ છે અને કોંગ્રેસ શાસિત પાલિકા ના પદાધિકારીઓ ભસટાચાર આચરી રહ્યા છે સફાઈ ના ખોટા બિલ રજૂ કરી રહ્યા છે. સફાઈ બાબતે ધોરાજી નગરપાલિકા ના કારોબારી ચેરમેનને પૂછતા એમને પણ સ્વીકાર્યું હતું કે સફાઈ કર્મચારીઓ રોજમદાર માં આવે છે અને રોજમદાર કર્મચારીઓ ની ગેર હાજરી ને કારણે ક્યારેક સફાઈ વ્યવસ્થા ખોરવાઈ હોઈ પરંતુ ભાજપ ના આક્ષેપો ને કોંગ્રેસ ના પાલિકા ના સતાધીશો એ ફગાવ્યા અને પાયા વિહોણા ગણાવ્યા છે. ગંદકી મુદ્દે ધોરાજી માં રાજકારણ શરૂ થઈ ગયું છે ભાજપ કોંગ્રેસ બન્ને એકબીજા પર આક્ષેપ પ્રતી આક્ષેપો કરી રહ્યા છે અને ગંદકી મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે ત્યારે હવે ધોરાજી ક્યારે ગંદકી મુક્ત થાઈ એની રાહ લોકો જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here