રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ૩૨ જિલ્લા પંચાયત સીટમાં સુપેડી ગામે આજરોજ રથનું આગમન થયું…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

આજરોજ રાજ્ય સરકાર નાં આત્મ નિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમ અંતર્ગત તારીખ ૧૮થી૨૦ મી નવેમ્બર દરમિયાન રાજ્ય ની એક હજાર નેવું જિલ્લા પંચાયત સીટ ઓ ઉપર ગ્રામ યાત્રા કાર્યક્રમ રથ આગમન નું કોનોલોજી કલ થનાર છે. જે પૈકી આજે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ૩૨ જિલ્લા પંચાયત સીટ માં સુપેડી ગામે આજરોજ રથનું આગમન થયું હતું જેમાં રાજ્ય સરકાર નાં બાર વિભાગોઓ એ પોતાની કામગીરી અહી સ્થળ પર કરેલ છે. હાલ પણ ચાલુ છે. આ કાર્યક્રમ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી મહેન્દ્ર ભાઈ પાડ્યાં તેમજ જિલ્લા પંચાયત ના સદસ્ય,સરપંચ શ્રી ઓ તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી ઓ વિગરે મહા અનુભવો ઓએ હાજરી આપી હતી અને ગામ લોકો એ બહોળી સંખ્યામાં હાજર રહેને અને રથ દરમિયાન રાજ્ય સરકાર નાં બાર વિભાગોઓ નો કાર્યક્રમ યોજાયો હતો તેનો લાભ લીધો અને ગામ લોકો એ ગામના દરવાજા પાસે થી ઢોલ નગારા સાથે ઉમળકાભેર રથનું કુમ કુમ તિલક કરી સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમ નાં સ્થળ સુધી શ્રીમતી આર.ડી ગોવાણી હાઈસ્કૂલ લાવેલ અને કાર્યક્રમ નાં અંતે વૃક્ષો રોપણ નો કાર્યક્રમ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here