રાજકોટ ખાતે પોલીસ કમિશનર સહિતના સરકારી કર્મચારીઓ અધિકારીઓનું સન્માન

રાજકોટ,
આરીફ દીવાન

“કોરોનાવાયરસ અંતર્ગત લોક ડાઉનમાં પણ જીવના જોખમે ફરજ બજાવતા ફરજનિષ્ઠ અધિકારીઓને સન્માન પત્ર આપતા મિલન મહેતા”

સમગ્ર વિશ્વભરમાં કોરોના વાયરસ નામક માનવભક્ષી કહેરે માનવ જીવનનો ભોગ લેતા હાહાકાર મચી ગયો છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસ અંતર્ગત લોકોના આરોગ્યની ચિંતાને લઇને દેશના વડાપ્રધાનથી લઈને નગરના જમાદાર સહિતના કોરોના યોધ્ધાઓ સક્રિય થઇ ગયા હતા. ભારતમાં કોરોનાના પ્રકોપને પ્રસરાતો અટકાવવા સરકાર દ્વારા જનતા કર્ફ્યુંથી લઈને ચાર ચરણ સુધીનું લોકડાઉનની અમલવારી કરાવવામાં આવી હતી જેમાં સિંહફાળો આપનાર સમગ્ર દેશના પોલીસ કર્મચારીઓ, આરોગ્ય અધિકારી, સર્વે રોગના નિષ્ણાત તબીબો સહીત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અધિકારીઓ કલેકટરશ્રી, મામલતદારશ્રી, એસઆરપી, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરે વગેરેની ફરજના ભાગે નિભાવેલ માનવ સેવા કાર્યને આજે સમસ્ત ભારતમાં માન-સન્માન સાથે બિરદાવવામાં આવી રહ્યું છે જેમાં યુવા પત્રકાર એવા બ્રહ્મ સમાજના મિત્રસ્વભાવી અને લાગણીશીલ મિલનભાઈ મહેતા દ્વારા તાજેતરમાં જ પોલીસ કમિશનરશ્રી તેમજ જિલ્લા કલેક્ટરશ્રી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ શહીદ પોલીસ કર્મચારીઓ જીઆરડી કર્મચારીઓ ટીઆરબી કર્મચારીઓ વિગેરે સર્વે પ્રજા સેવક કર્મચારીઓને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં રાજકોટ કલેકટર રેમ્યા મોહન આરએમસી કમિશ્નર ઉદિત અગ્રવાલ એચ.એમ ગઢવી ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ જુના ડીસીપી મનોહરસિંહ જાડેજા શાપર-વેરાવળના પીએસઆઇ કુલદીપ સિંહ ગોહિલ સહીતનાઓને સન્માનપત્ર આપતા મિલન મહેતા બ્રહ્મ સમાજના યુવા પત્રકાર તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here