નર્મદા જિલ્લામાં લોકડાઉનનો કડક અમલ કરાવવા પોલીસે કમરકસી….

રાજપીપળા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

કોરોનાની જાગૃતિ અને લોકડાઉનના કડક અમલ માટે ફ્લેગમાર્ચ યોજી….

સાયરન વગાડતા પોલીસના વાહનો રાજપીપલા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ફરતા લોકોમાં કુતુહલ

વિશ્વ સહિત ભારત દેશમાં kovid 19 કોરોનાનો સંક્રમણ સતત વધી રહ્યો હોય અને lockdown ના કડક અમલ અને રાજ્ય આરોગ્ય વિભાગના સક્રિય પ્રયાસો વચ્ચે પણ ગુજરાતમાં કોરોના ધીરે ધીરે ભયાવહ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે જેથી કોરોનાના કેસોની સંખ્યામાં પણ રોજે રોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.
દેશભરમાં lockdown નું પાલન કરી લોકો ઘરમાં રહે તે માટે પોલીસ વિવિધ નુસખા શોધીને લોકોને સમજાવવા પ્રયત્ન કરી રહી છે નર્મદા જિલ્લામાં અત્યાર સુધી કોરોના 11 પોઝિટિવ કેસો આવ્યા છે અને તારીખ 18 એપ્રિલથી ૨૦ એપ્રિલના રોજ આ લખાય છે ત્યાં સુધી બીજો એક પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી કોરોનાનો ચેપ લોકોમાં ફેલાય ના અને લોકો કાયદાનું પાલન કરે તે માટે નર્મદા જિલ્લા એસપી શ્રી હિમકરસિંહ સાહેબની સુચના મુજબ ડીવાયએસપી શ્રી રાજેશ પરમાર સાહેબની અધ્યક્ષતામાં રાજપીપળા ટાઉન પી.આઇ શ્રી આર.એન રાઠવા સાહેબ, મહિલા પોલીસ સ્ટેશન પીએસઆઇ શ્રી સંગાડા સાહેબ, ટ્રાફિક પીએસઆઇ શ્રી ગલચર સાહેબ, રાજપીપલા પોલીસ સ્ટેશન સાહેબ પીએસઆઇ સિંધી સાહેબ, પીએસઆઇ શ્રી વસાવા સાહેબ, આમલેથા પોલીસ સ્ટેશન પીએસઆઇ શ્રી પટેલ સાહેબ, અને હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર હરનિશ રાવ દ્વારા રાજપીપળા પોલીસ સ્ટેશનથી રાજપીપલા નગરના મુખ્યમાર્ગો પર પસાર થઈને આજુબાજુના વાવડી, રામપરા, રસેલા, ભદામ, વાગેથા, અને સિસોદ્રા, જેવા ગામોના વિસ્તારમાં લોકોને કોરોનાથી બચવા સોશ્યલ ડિસ્ટન્સ રાખવા ઘરમાં રહો સુરક્ષિત રહોની જાગૃતતા લાવવા અને કાયદાનું પાલન કરવા માટે નર્મદા જિલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here