મોરબી શહેર જિલ્લામાં વિવિધ પ્રજાલક્ષી કામો ભરોસાની ભાજપ સરકારના નેતાઓ કરી મતદાર પ્રજાનો ભરોસો જાળવી રાખે : જેંતીલાલ જયરાજભાઇ પટેલ

મોરબી, આરીફ દીવાન :-

મોરબી માળિયા મતવિસ્તારમાં હાલ માવઠાની માર થી મતદાર ખેડૂત ની કુદરતી આફતી જનક માવઠા ના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટાભાગે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોના નુકસાન અંગે સર્વે કરી યોગ્ય ખેડૂતો ને વળતર આપી ખરા અર્થે ખેડૂત ચિંતક ભરોસા ની ભાજપ સરકારે મતદાર પ્રજાનો ભરોસો જાળવી રાખવો જોઈએ હાલ મોરબી શહેર જિલ્લામાં પાયાની પ્રાથમિક સુવિધા જેવો કે મોટાભાગે રોડ રસ્તા ભાંગીને ભૂકો થઈ ગયા છે અને ઝુલતા પુલ દુર્ઘટના અંગે ચીફ ઓફિસર સસ્પેન્ડ થયા પછી વિકાસ લક્ષી કાર્યો માં હાલાકી પડી રહી હોય એવી અનેક સમસ્યા સ્વરૂપે વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે જે અખબારોના સમાચાર અવારનવાર બને છે ત્યારે મોરબીમાં સ્વચ્છતા ના અભાવે લોકોના આરોગ્ય પર જોખમ કાયમી રહ્યું છે હાલ કોરોના ના કેસ હોસ્પિટલોમાં નોંધાઈ રહ્યા છે ત્યારે ભરોસાની ભાજપ સરકારના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ એવા નગરસેવકો ધારાસભ્યો સંસદ સભ્યો અને સરપંચો જિલ્લા સદસ્યો તાલુકા સેવા સદસ્યો સહિતના પ્રજાના પ્રતિનિધિઓએ પ્રજાતચિંતક કાર્ય કરી પ્રજાને પ્રાથમિક સુવિધા ની સાથે સાથે માવઠાના માહોલમાં ખેડૂતોને નુકસાની નું વળતર આપવા મોરબી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ જયંતીલાલ જયરાજભાઇ પટેલ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here