પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં “મારી માટી,મારો દેશ”કાર્યક્રમનો જિલ્લા વ્યાપી પ્રારંભ કરાયો

મોરવા(હ), (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લામાં આજથી ૮૯ અમૃત સરોવર,૩૩૪ ગામ તળાવો,૩૬ પંચાયતની ઘરની પાસે,૬૬ શાળાઓ ખાતે કુલ મળી ૬૫૬ ગામોમાં આગામી તા.૧૫ ઓગષ્ટ સુધી “મારી માટી,મારો દેશ”કાર્યક્રમ યોજાશે

જિલ્લા કલેકટરશ્રી સહિત જિલ્લા વહીવટી તંત્ર અને મહાનુભાવોએ શિલાફલકમ,વસુધા વંદન વીરોને વંદન,ધ્વજ વંદન,રાષ્ટ્રગાન અને સેલ્ફી તથા વૃક્ષારોપણ કરીને કાર્યક્રમની ઉજવણી કરાઈ

મોરા પ્રાથમિક શાળા ખાતે કમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરીને વિદ્યાર્થીઓ માટે સુવિધામાં કર્યો વધુ એક ઉમેરો

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ સંદર્ભે આજરોજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા મધ્ય તળાવ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કુ.કામિનીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતી તેમજ જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમાર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા અને પ્રાયોજના વહીવટદારશ્રી ડી.આર.પટેલ,નોડલ અધિકારીશ્રી એચ.ટી.મકવાણા અને જિલ્લા અગ્રણીશ્રીઓ તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં
“મારી માટી,મારો દેશ”કાર્યક્રમનો જિલ્લા વ્યાપી પ્રારંભ કરાયો હતો.
મહાનુભાવોના હસ્તે મોરા ખાતે શિલાફલકમ,વસુધા વંદન વીરોને વંદન,ધ્વજ વંદન,રાષ્ટ્રગાન અને સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી લઈને ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરીને કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.આ અવસરે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.આ સાથે સૌકોઇએ માટી લઈને કળશમાં એક્ત્રિત કરી હતી.
આ સાથે મહાનુભાવોએ મોરા પ્રાથમિક શાળા ખાતે કમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરીને વિદ્યાર્થીઓ માટે સુવિધામાં ઉમેરો કર્યો હતો.
આ પ્રસંગે ડી.સી.એફશ્રી એમ.એલ.મીના,જિલ્લા અગ્રણીશ્રી અશ્વિનભાઈ પટેલ સહિત વિવિધ મહાનુભાવો,પદાધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here