કાલોલમાં ભૂગર્ભ ગટર યોજનાનું ગંધાતું પાણી નદી કિનારે બહાર નીકળતા ભયંકર રોગચાળો ફાટે તેવી શક્યતા..!!

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરમાં દોઢથી બે વર્ષ અગાઉ શરૂ થયેલ ભૂગર્ભ ગટર યોજના ની હજુ કોઈ પણ જાત ની શરૂઆત થઈ નથી સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની પાઇપ લાઇન સમગ્ર કાલોલ નગરમાં નાખવામાં આવેલ છે આ ભૂગર્ભ ગટર યોજના નો હજી સુધી આરંભ કરવામાં આવેલ નથી તેમ છતાં પણ કેટલાક નગરજનોએ પોતાની ડપટ ના કનેક્શન નગર પાલિકાની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે આ ગટર લાઇનમાં જોડી દીધા છે અને આ ગટર લાઇનનો છેડો એટલે કે અંત કાલોલ ની ગોમા નદી પાસે હોવાથી ગેરકાયદેસર કનેક્શન નું ગંદુ પાણી છેલ્લા એકાદ માસથી ગોમા નદી કિનારે ખુલ્લા મેદાનમાં જમા થવાથી ભયંકર દુર્ગંધ મારી રહ્યું છે કાલોલ નગરપાલિકા દ્વારા મંથર ગતિએ કામ કરી આ બાબતે દુર્લક્ષ્ય સેવાતું હોય તેવું જણાઈ રહ્યું છે .સદર ગટર લાઈનના પાણીનો નિકાલ નજીકમાં કોતરમાં છોડવા માટે એસટીપી માટેનો પ્લાન્ટ કાલોલ નગરપાલિકા દ્વારા રેવન્યુ સર્વે નંબર ૩૭૮ વાળી સરકારી પડતર જમીન ઉપર ગોળીબાર ગામ પાસે ૪.૮૦ એમ.એલ.ડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બાંધકામની મંજૂરી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવી છે અને હાલમાં આ જમીન ઉપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના બાંધકામ ની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કોઇપણ જાતની પૂર્વ મંજૂરી લીધા વગર ઘણા બધા નગરજનોએ પોતાની ડપટના કનેક્શનો ગટર લાઈનમાં જોડી દીધા તે અંગે કાલોલ નગરપાલિકાએ કોઈ નક્કર પગલાં ભર્યા નથી પરિણામે કાલોલ નદીના કિનારા અસહ્ય દુર્ગંધ મારતુ લોકોની ડપટનું ગંદુ પાણી જમા થઈ રહ્યું છે. કાલોલ નગરપાલિકા માં કેટલાક લોકોએ આ અંગે રજૂઆત કરવા છતાં પણ કોઈ અગમ્ય કારણોસર આ ગંદુ પાણી જમા થતું રોકવા ના કોઈ પ્રયત્ન કરવામાં આવ્યા હોય તેવું દેખાતું નથી કોરોના જેવી વૈશ્વિક મહામારી દરમિયાન આ ગંદા પાણીના કારણે મચ્છર જન્ય રોગો અને બીજા ગંભીર રોગો ફાટી નીકળવાની સંભાવના છે ત્યારે કાલોલ નગરપાલિકા દ્વારા તાકીદે આ બાબતે નિકાલ લાવે તેવી નગરજનોની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here